ત્રાસથી પત્ની, સાસુ અને સાળાના આ પગલુ ભરી લીધાની ફરિયાદ નોંધાવી
મૂળી તાલુકાના લીયા ગામના યુવકને આપઘાતની ફરજ પાડવામાં પત્ની, સાસુ, સાળો સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળી નજીક લીયા ગામે રહેતા મયુર ઉર્ફે બાબો દિનેશ મકવાણા નામના 21 વર્ષિય યુવકે ખમીસણા ગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં મૃતકના પિતા દિનેશભાઈ જેઠાભાઈ મકવાણા નામના પ્રૌઢે વાંકાનેરના હસનપર રેલવે સ્ટેશન પાસે રહેતા જયોતિ રમણીક સોલંકી, કંચનબેન રમણીકભાઈ સોલંકી, દિનેશ બાબુ ચૌહાણ અને અજીત રમણીક સોલંકીના ત્રાસથી આ પગલુ ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મયુર ઉર્ફે બાબોએ જયોતિબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા બાદ પત્ની જયોતિબેનએ પતિ મયુરને કહેલકે કમાઈને તમામ રૂપીયા મને આપીદેવાનું કહી અવાર નવાર મૃતકને તેની પત્ની, સાસુ અવાર નવાર મૃતકને તેની પત્ની, સાસુ અને સાળા દ્વારા ત્રાસ આપી ધમકી આપતા આ પગલુ ભરી લીધું છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરીછે.