ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થી ગયો છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા આજે જામનગર દક્ષિણમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપવામાં આવી છે. જયારે ગોંડલની બેઠક પરથી ગીતાબા જાડેજાને ટીકીટ આપવામાં આવી છે.
જામનગરમાં દક્ષિણમાં રીવા જાડેજાને ઉમેદવાર તરીકે રીવાબા જાડેજાનું નામ જાહેર કરતા સમગ્ર પ્રદેશમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. તેઓ જીલ્લા પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પ્રચારમાં જોડાશે
કોણ છે રિવાબા જાડેજા?
રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.