રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે સાબરમતી આશ્રમનો અંદાજે એક હજાર કરોડના ખર્ચે વિકાસ કરાશે
સ્વતંત્રતા પર્વના 7પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અહીથી તેઓ 21 દિવસીય દાંડી યાત્રાનો આરંભ કરાવશે. 12મી માર્ચે સવારે દાંડી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. 21 દિવસ દરમિયાન તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો દાંડી યાત્રામાં જોડાશે. અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચે 1930ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડીયાત્રા સ્વતંત્રતાની ચળવળમાં મહત્વની પૂરવાર થઈ હતી. ગત વર્ષે 12મી માર્ચના રોજ કોંગ્રેસે દાંડીયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ યાત્રામાં જોડાવાના હતા પણ કોરોનાકાળમાં આ દાંડીયાત્રા નીકળી ન હતી.
આ ઉપરાંત રાજનાથ સિંહ , સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે. આ ઉપરાંત સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર થઇ ચૂક્યો છે તેને લઇને પણ પીએમ મોદીની આ મુલાકાત મહત્વની મનાય છે. સાબરમતી આશ્રમનું અંદાજે એક હજાર કરોડના ખર્ચે વિકાસ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં આયોજીત કમ્બાઇન્ડ કમાડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યા છે. આરોગ્ય વનની સામે આવેલા હેલિપેડ પર ઉતરાણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગે ટેન્ટ સીટી 2માં પહોંચ્યા હતા. અહી તેઓ ટોપ કમાન્ડર્સને સંબોધિત કરવાના છે આ વિશેસ સંમેલનમાં આર્મી ચીફ એમ એમ નરવણે, નૌકાસેનાના પ્રમુખ એડમિરલ કરમવીરસિંહ. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવત તેમજ એરફોર્સના વડા આરકેએસ ભદોરિયા પણ ઉપસ્થિત છે.