સેન્સેકસમાં ૨૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૬૬૨, નિફટીમાં ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૭૩૨ પહોંચી
વર્ષ ૨૦૧૮ રોકાણકારો માટે સખત પડકારજનક રહ્યું હતું. શેરબજારમાં આ વખતે કેટલીક વખત તોતીંગ કડાકા આવતા માર્કેટ લાલઘુમ થયું હોય તેવા અનેક વખત અહેવાલો મળ્યા છે. પાંચ રાજયોની ચૂંટણી સમયે પણ મત ગણતરી મુજબ શેરબજારમાં સતત ઉથલ-પાથલ ચાલુ હતી. સવારે સેન્સેકસમાં ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૫૦૫૨ ની સપાટીએ સેન્સેકસ રહ્યો હતો. જયારે નિફટીમાં ૧૧૮ પોઈન્ટના કડાકા સાથે ૧૦૫૪૫ની સપાટીએ રહ્યું હતું. જો કે શેરબજારમાં સતત વધઘટ ચાલતી રહેતી હોય છે. જેને કારણે સવારે યશ બેન્ક, ઈન્ડિયા બુલ્સ, મારૂતી સુઝુકી જેવા શેરમાં ઘટાડો આવ્યો હતો પરંતુ માર્કેટમાં ત્યારબાદ વધારો નોંધાતા શેરબજાર ગ્રીન ઝોનમાં પ્રવેશ્યું છે. માટે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ સાથે જ રૂપિયો ડોલર સામે મજબૂત થતાં ૭૦.૦૪ રહ્યો હતો. સેન્સેકસ ૨૦૦ પોઈન્ટ સાથે ૩૬૦૦૦થી પણ વધુની સપાટીએ પહોંચ્યું હતું તો નિફટીએ છલાંગ લગાવતા તે ૧૧૦૦૦થી પણ વધુની સપાટીએ રહ્યું હતું. હજુ પણ મીડકેપ ૧૦૦ અને જર્કાતા સાથે યશ બેંક અને બ્રિટેનીયા કંપનીના શેર ઉપરાંત બજાજ ફાયનાન્સના શેર લાલ ઝોનમાં છે.
ગઈકાલે ક્રિસમસને લીધે શેરબજાર બંધ હતું ત્યારે આજે ઉઘડતી બજારે જ ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે સેન્સેકસને બ્લડબાથનો સામનો કરવો પડયો હતો ત્યારે ફરી વખત સેન્સેકસે છલાંગ ભરતા ગ્રીન ઝોન સાથે ૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.