ચરબીયુક્ત ખોરાક અને નબળી પાચનશક્તિ મેદસ્વીતાને વધારવાના મૂળભૂત કારણો છે: ડો.કેતન ભીમાણી
વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે. મેદસ્વીતા બાળકોથી માંડીને દરેક મેદસ્વીતાથી પીડાય છે. પણ તેનું કારણ અને નિવારણ શું છે? તથા મેદસ્વીતા દૂર કરવામાં આયુર્વેદનો શું રોલ છે. અને કેટલું સહાયક છે,તેના વિશે સુંદર માહિતી આપવા આજે આપણી સાથે ડો. ભાનુભાઈમહેતા અને ડો. કેતન ભીમાણી આયુર્વેદ તજજ્ઞો મોજુદ છે. તેઓ સાથે મેદસ્વીતા વિશે માહિતીસભર ચચા કરીશું.
વજન, ઉંચાઇના પ્રમાણમાં હોવું જરૂરી: આયુર્વેદ દવાઓ કરતા સિદ્ધાંતો પર વધારે ભાર મુકે છે: ડો.ભાનુભાઇ મહેતા
આયુર્વેદ આખા શરીરને સાત ધાતુ સાથે જોડાયેલુ માને છે, આ સાત ધાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ મજ્જા અને શુક્ર છે
મેદસ્વીતા એટલે શું ? આ પ્રશ્ર્નના જવાબમાં તજજ્ઞએ પ્રકાશ પાડતા જણાવ્યું કે સાથળ, પેટ, ગરદનનો ભાગ ચરબીથી ભરેલો હોય તથા છાતી કરતા પેટ બહાર નીકળતું હોય આ દરેક લક્ષણો મેદસ્વીતાના છે મેદસ્વીતાના કારણો વિશે વાત કરતા તજજ્ઞોએ જણાવ્યું હતુ કે, આયુર્વેદ આખા શરીરને સાત ધાતુ સાથે જોડાયેલું માને છે. આપણે જે ખોરાક લઈએ એ ખોરાકનું સંપૂર્ણ પાચન થતા શરીરમાં સાત પ્રકારની ધાતુ બને છે. જે શરીરને મજબુત અને દેખાવડુ બનાવવામાં મદદ કરે છે. આ સાત ધાતુ એટલે રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, અને શુક્ર છે. આ સાતેય સમપ્રમાણમાં હોવા જરૂરી છે.
મેદસ્વીતાપણુ કે સ્થૂળતાનું કારણ જો ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હશે તો મેદ ધાતુને વધારવાનું કામ કરશે. આપણે લીધેલા ખોરાકની સામે પાચનક્રિયા નબળી હોય તો તેનું સંપૂર્ણ પાચન થવાને બદલે અને સાત ધાતુમાં પરિણમવાને બદલે માત્ર મેદ ધાતુમાં રૂપાંતર થાય છે. ત્યારે મેદ વધે છે. અને તે આળસમાં પરિણમશે. આમાં આયુર્વેદ માને છે કે ખોરાક અને પાચનશકિત પર ધ્યાન આપવું જરૂરી છે. આયુર્વેદના દ્રષ્ટિકોણથી આદર્શ વજન કોને કહેવાય? તેના જવાબમાં તજજ્ઞએ જણાવ્યું કે વજન ઉંચાઈના પ્રમાણમાં હોવું જરૂરી તથા પુરૂષ અને સ્ત્રીમાં તે અલગ અલગ હોય છે. ઉંચાઈના પ્રમાણમાં વાત કરીએ તો પુરૂષની સાડાપાંચ ફૂટ હાઈટ સામે 60 થી 65 કિલોવજન હોવું જોઈએ. અને સ્ત્રીઓમાં પાંચ ફૂટ હાઈટ ધરાવતી સ્ત્રીઓનું એવરેજ વજન 55 થી 60 કિલો હોવું જોઈએ. મેદસ્વીતાને કિ.ગ્રામથી નહીં બલકે ઈંચથી માપવું જોઈએ વજન ઉતારવાના પ્રયોગમાં તબીબો પાસે કે.જી. લોસ નહી બલકે ઈંચ લોસનું માર્ગદર્શન માંગવું જોઈએ.
વિવિધ પેથીઓ એવું માને છે કે જેટલા સેન્ટીમીટર હાઈટ હોય તેમાંથી આગળના સો કાઢી નાખવાના તો આયુર્વેદ આ વિશે શું કહે છે? તેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું કે આયુર્વેદ ઉરૂ, ઉદર, સ્તન વૃધ્ધતામાં માને છે તેને સ્થૂળતા કહેવાય, વર્તમાન સમયમા બાળકોમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ વધારે શા માટે છે. આજની ખાનપાન, રહેણી કરણી અને અનિયમિત ખોરાકની પધ્ધતિ તથા ટી.વી. મોબાઈલનો ઉપયોગ વધારે હોવાથી બાળકોમાં મેદસ્વી પણુ પહેલા કરતા વધારે જોવા મળે છે. એ સિવાય નવું ધાન્ય પણ પાચનશકિત માટે જવાબદાર છે. જે વ્યકિત સ્થૂળ છે તેને ભવિષ્યમાં કયા કયા પ્રકારના રોગ થવાની સંભાવના છે. મોટાભાગે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, ગર્ભાશયમાં ચરબીની ગાંઠો, હૃદય પહોળુ થવું, શ્ર્વાસ ચડવો નપુસંકતા વગેરે રોગોનું કારણ સ્થુળતા જ છે. ફાંદ હોવી એને સુખ કહેશું કે દુ:ખ? પેટ છાતીની અંદર હોવું જોઈએ પણ આજકાલ એવું નથી પહેલા રાજા મહારાજને જ ફાંદ હતી. પણ અત્યારે એવું નથી. આજકાલ લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડરની નિશાની છે. જેમ ફાંદ વધશે તેમ મણકાની ગાદી નબળી પડશે. જેથી સાઈટીકા, સ્પોન્ડીલાઈટીસ જેવા રોગોનું પ્રમાણ વધે છે. અને શરીરનું બધુ વજન ગોઠણ અને પેની પર આવી પડે છે.
તેથી ફાંદ વધવાથી બીમારીઓ વધશે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. સ્ત્રીઓનું વજન પુરૂષોની સાપેક્ષમાં વધારે ઝડપથી વધે છે. તેનુ કારણ શું ? કારણ કે સ્ત્રીઓનું ચિંતા મૂકત જીવન, તથા ઘરનાકામોમાં પણ હવે સગવડતા વધી છે. તથા સ્ત્રીઓમાં પુરૂષો કરતા હોર્મોનલ ચેન્જીસ વધારે થાય છે. એ પણ એક કારણ છે, પ્રસુતિમાં સિઝરીયન થવું અથવા મેનોપોઝના સમયમાં ચરબી વધે છે. તથા પુરૂષોમાં મળની કબજીયાત તથા સ્ત્રીઓમાં માસિકની કબજીયાત પણ સ્થૂળતાનું કારણ છે. આ દરેકમાં ઉકાળા, કવાથ, દશમૂલારીષ્ટ આયુર્વેદના અભિગમથી શ્રેષ્ઠ છે. એ સિવાય આયુર્વેદની દ્રષ્ટીએ પિતને સાચવવાનું, જે લોકોનું પિત સારૂ તેની પાચન ક્રિયા સારી તથા એ લોકોનું શરીર સારૂ રહે છે. મરી મસાલા-તેજાના પિતવર્ધક છે. તેસારો લાભ અપાવે છે.
જયારે ઔષધિની વાત ક્રીએ તો કોકમએ સારામાં સારી એપેટાઈટની સામે એટાઈટી સેન્ટર એકટીવ કરવાનું કામ કરે છે. ખાવામા ભૂખને કંટ્રોલ ન કરી શકાતો હોય તેના માટે કોકમ સુંદર ઉપાય છે. જમ્યા પૂર્વે કોકમનું પાણી પીવાથી ભૂખ કંટ્રોલ થાય છે. મરી, સુવાદાણા, વરીયાળી, પ્રસુતિ બાદ સ્ત્રીઓ માટે વાવડીંગ, વાકુંભા, સારામાં સારૂ ઔષધ છે. તેનો ઉપયોગ પણ કરી શકાય, ચાતુર્માસમાં મહિલાઓએ વાવડીંગ વાકુંભાનું ઉકાળેલુ પાણી પીવું એ મેદસ્વીતા દૂર કરવાનો અકસીર ઈલાજ છે. પીળી મેથી, દિવેલ, એસિવાય શિલાજી, ગૌમુત્ર, ગુગલુ વગેરે તબીબની સલાહથી લઈએ તો મેદસ્વીતા નિવારવામાં મદદ કરે છે.
સ્થૂળતા ધરાવતા વ્યકિતની ખાનપાનની દિનચર્યા કેવી હોવી જોઈએ? સવારે બાફેલુ કઠોળ અથવા તેનું સુપ, બપોરે બાફેલો સરગવો અથવા લીલા શાકભાજી કોઈપણ બાફેલા, સાંજે સૂર્યાસ્ત પહેલા જમી લેવું તેના સામા-મગનીદાળની ખીચડી અને તેની સાથે કોઈ એક ભાજી લેવી,મેદ ઉતારવા લોટ લેવાનું ટાળવું તેના સ્થાને જવના કરકરા લોટની મોણવગરની ભાખરી લઈ શકાય. આયુર્વેદમાં જાણીતો શબ્દ પંચકર્મ ચરબી ઉતારવા માટે શું ભાગ ભજવે છે? પંચકર્મ એટલે નબોડી પ્યૂરીફિકેશનપ ડીટોકસી ફિકેશન શરીરનો કચરો બહાર ન નીકળે ત્યારે શરીરમાં રોગ વધે છે. તે કોઈપણ રીતે બહાર નીકળવો જોઈએ પંચકર્મ એ હઠયોગની ક્રિયા છે.જેમાં શરીરને કષ્ટ આપવામાં આવે છે.
ઉલ્ટી વાટે એટલે વમનકર્મ, ઝાડા વાટે એટલે વિરેચન કર્મ, એનીમાક્રિયા સ્વેદન કર્મ, સ્ટીમ બાથ, વગેરે પ્રકારે ચરબી ઓગાળાની ક્રિયા કરાવવામા આવે છે. સ્થૂળ વ્યકિતએ કસરત કરીને શરીર ઉતારવું હોય તો કેવી કરવી, કયારે કરવી, કેટલો સમય કરવી? સવારે ભુખ્યા પેટે કસરત કરવી એ લાભદાયી છે. સાંજે પણ ભૂખ્યા પેટે કસરત કરવી, સૂર્યનમસ્કાર, યોગાસન, આઉટડોર ગેમ વગેરે પણ સ્થૂળતા દૂર કરવામાં લાભ અપાવે છે. લેડીઝ માટે કેટવોક કસરતનો ઉતમ પ્રકાર છે. ઝડપથી વજન ઉતારવું એ કેટલ અંશે વ્યાજબી છે? નુસખાઓ, જાહેરાત, ડાયટપ્લાન એનો ધ્યાન પૂર્વક અને ડોકટરની સલાહ વગર ન અપનાવવા જોઈએ.
રાજકોટમાં વૈદસભાને કેવો રિસ6પોન્સ છે? લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. ત્યારે વૈદસભામાં રાહતદરે સુવિધા આપવા માટે સરાહનીય કાર્ય કરે છે. સાચુ માર્ગદર્શન સાચી દવા મળે છે, તેથીલોકો વૈદસભાથી આકર્ષાય છે. મેદસ્વી લોકો માટે સંદેશ આપતા તજજ્ઞોએ જણાવ્યું કે, સ્થૂળ વ્યકિત માટે સૌ પ્રથમ તો દ્દઢ સંકલ્પ કે મારે વજન ઘટાડવું છે. એ નિયમ વધારે કામ કરે છે. એ સિવાય એક અગત્યનું સૂત્ર કે ચાલીસી પછી, ચાલીસ મીનીટ જો ચાલીશ નહી તો કયાંય ચાલીશ નહી વોકિંગ ઈસ ધ બેસ્ટ એકસરસાઈઝ આ સૂત્રને અપનાવીએ તો થા નિયમિત કસરત અને ખાનપાનમાં ખૂબજ ધ્યાન આપીશું તો સ્થૂળતાને નિવારવામાં ઉતમ ગણાશે.