યુવા અને મહિલા મોરચામાં મોટા ફેરફારની સંભાવના નહિંવત: વિધાનસભાની ચૂંટણીમાં જીવ રેડી દેનાર કાર્યકરોને વોર્ડ કે મોરચાની ટીમમાં સમાવી લેવાશે
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા તાજેતરમાં 21 સભ્યોનું સંગઠન માળખું જાહેર કર્યા બાદ હવે અલગ-અલગ મોરચા અને વોર્ડની ટીમ બનાવવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિતનું સંગઠન માળખું જાહેર કરાયા બાદ અલગ-અલગ મોરચાના હોદ્ેદારોની નિમણુંક કરવામાં આવશે.
નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયાને 68-વિધાનસભા પૂર્વ બેઠકનો હવાલો સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે 69-રાજકોટ પશ્ર્ચિમ બેઠકનો હવાલો માધવ દવેને આપવામાં આવ્યો છે. જ્યારે 70-રાજકોટ દક્ષિણ બેઠકનો હવાલો વિરેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવ્યો છે. સાથોસાથ તેઓને 71-વિધાનસભા ગ્રામ્ય બેઠકનો વધારો હવાલો આપવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી પક્ષના વિવિધ કાર્યક્રમોના કારણે વોર્ડની નવી ટીમ અને વિવિધ મોરચાના નવા હોદ્ેદારોની નિમણુંક માટે કોઇ કાર્યવાહી થઇ શકી નથી. હવે આગામી દિવસોમાં સંગઠન માળખાને મજબૂત કરવા માટે વોર્ડની ટીમ અને મોરચાના હોદ્ેદારો જાહેર કરી દેવામાં આવશે. સૌપ્રથમ વોર્ડ પ્રભારીની નિયુક્તી કરવામાં આવશે. ત્યારબાદ તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતની ટીમ જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચો સહિતના મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્ેદારો નિયુક્ત કરવામાં આવશે. પક્ષે નક્કી કરેલા નિયમ મુજબ 35 વર્ષથી વધુની ઉંમર ધરાવતા કાર્યકરને યુવા ભાજપના સંગઠન માળખામાં સ્થાન આપી શકાતું ન હોય યુવા મોરચાના વર્તમાન હોદ્ેદારોમાં બહુ મોટા ફેરફાર થવાની સંભાવના નહિંવત જણાઇ રહી છે. જ્યારે મહિલા મોરચામાં પણ બહુ મોટા ફેરફારો હાલ દેખાતા નથી. આગામી એક પખવાડીયામાં શહેર ભાજપ દ્વારા વોર્ડની ટીમ અને તમામ મોરચાના હોદ્ેદારો જાહેર કરી દેવાશે.