સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને આજે ભારત બંધના એલાનમાં સૌરાષ્ટ્રમાં સ્થિત્ તંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો દુકાનો બંધ કરાવા નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી વિસ્તારમાં દલિતોએ ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધો છે. તો રાજુલામાં ટોળાએ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી.
રાજકોટમાં જીયો ડિઝીટલની દુકાનમાં તોડફોડ
રાજકોટમાં પંચનાથ મેઇન રોડ પર આવેલી જીયો ડિઝીટલ દુકાનમાં દલિતોએ તોડફોડ કરી દુકાનના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ ક્રિસ્ટલ મોલ પણ બંધ કરાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,