પાંચ માળના બંગલામાં બેસમેન્ટના ૩ ફલોર અલગ : બીજો અને ત્રીજા માળે સર્વિસ અને પાર્કિંગની સુવિધા
લગ્ન બાદ નીતા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનું નવું ઘર વર્લી સી ફેસ હશે જ્યાં તે પોતાના ભાવી પતિ આનંદ પીરામલ સાથે રહેશે. આમ તો ઈશાનું હાલનું ઘર અલ્ટામાઉંડ રોડ પર સ્થિત અંબાણી મેંશન દેશનું સૌથી વધારે ચર્ચિત છે પરંતુ આ નવી હવેલી પણ કઈ ઓછી નથી.
કહેવાઈ રહ્યું છે કે આનંદના પિતા અજય પીરામલે તેને ૪૫૨ કરોડમાં ખરીદી હતી. ઈશા ૧૨ ડિસેમ્બરે આનંદ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બાદ આ દંપતિ વર્લી સી ફેસ સ્થિત પાંચ માળના બંગલામાં શિફ્ટ થઈ જશે. જેને પીરામલે ૬ વર્ષ પહેલા હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ પાસેથી ખરીદ્યો હતો.
આ આલિશાન બંગલો ૫૦ હજાર સ્વેર ફૂટમાં ફેલાયેલો છે. આ બંગલો આનંદના માતા-પિતા એટલે કે અજય અને સ્વાતી પીરામલ તરફથી તેમના દીકરા અને વહુને ગિફ્ટ છે. આ માટે તેમણે ૧૯ સપ્ટેમ્બરે બીએમસી તરફથી સર્ટિફિકેટ મેળવી લીધું છે. જણાવી દઈએ કે અજય પીરામલ દુનિયાભરમાં ૧૦ અબજ ડોલરનું બિઝનેસ ધરાવે છે, જે ફાર્માસ્યૂટિકલ, ફાઈનાન્સિયલ સર્વિસ, રિયલ એસ્ટેસ, આઈટી અને ગ્લાસ પેકેજિંગ છે.
પાંચ માળના બંગલામાં બેસમેન્ટના ૩ ફ્લોર અલગ છે જેમાં બીજો અને ત્રીજો માળ સર્વિસ અને પાર્કિંગ માટે છે. લેવલ ૧ બેઝમેન્ટમાં એક લોન, ઓપન એર વોટર બોડી અને એક ડબલહાઈટ મલ્ટી પર્પઝ રૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી એકમાં એન્ટ્રેન્સ લોબી છે અને ઉપરના માળમાં લિવિંગ અને ડાઈનિંગ હોલ, ટ્રિપલ હાઈટ મલ્ટીપર્પઝ રૂમ, બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ છે. બંગલાની ખાસિયત છે કે તેમાં લોન્જ એરિયા છે. તે ઉપરાંત ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ ક્વાર્ટર પણ બનાવાયા છે.
આ બંગલો હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ટ્રેનિંગ સેન્ટરના એક પ્લોટમાં બન્યો છે, જેનું નામ ગુલીટા હતું. તેને પીરામલે વર્ષ ૨૦૧૨માં ૪૫૨.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બાદ તેમાં બાંધકામને લઈને વિવાદ થયો હતો જે બાદમાં સોલ્વ થઈ ગયો. આ બાદ ૨૦૧૫માં બંગલાનું નિર્માણ ફરીથી શરૂ થઈ ગયું.
આ વર્ષે ઓગસ્ટમાં આર્કિટેક ફિરોઝ જમશેદે બીએમસી પાસેથી વ્યવસાય પ્રમાણપત્ર ક્લીયર કરાવી લીધું હતું જે તેમને એક મહિના બાદ મળ્યું. સૂત્રો મુજબ બંગલાના નિર્માણનું સમગ્ર કાર્ય પુરું થઈ ગયું છે. હાલમાં ઈન્ટીરિયર ફિનિશિંગ કરાઈ રહ્યું છે. ૧લી ડિસેમ્બરે તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને આ દિવસે જ અહીં પૂજા કરવામાં આવશે. હાલમાં ઈશા જ્યાં રહે છે તે મુકેશ અંબાણીનો બંગલો એન્ટિલિયા ૪ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે અને બકિંઘમ પેલેસ બાદ બીજી સૌથી મોંઘી રેસીડેન્સીયલ પ્રોપર્ટી માનવામાં આવે છે.