નવી ફી નક્કી કરવાની કાર્યવાહી ચાલુ હોય બુકલેટમાં જૂની ફી દર્શાવવી પડશે: છાત્રોને પ્રવેશ બાદ નવી ફી લાગુ પડશે
ધો.૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની કાર્યવાહી આ વખતે વહેલી શરૂ કરવાની જાહેરાત એડમિશન કમિટી દ્વારા કરી દેવાઈ છે. બીજી બાજું સ્વનિર્ભર એન્જિનિયરિંગ સહિતની કોલેજોની ફી નક્કી ઇ તેને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા હોવાથી હાલમાં નવી ફી નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નવી ફી આગામી જૂન સુધીમાં જાહેર થાય તેવી શકયતા છે જેના પગલે એન્જિનિયરિંગ પ્રવેશ માટે છપાવવામાં આવનારી બુકલેટમાં જૂની ફીનો ઉલ્લેખ કરવો પડે તેમ છે. પ્રવેશ લેનારા વિર્દ્યાર્થીઓએ જૂની ફી જોઇને પ્રવેશ લીધા બાદ વધારાની ફી ભરવી પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.
સ્વનિર્ભર ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ કોલેજોની ફી દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે. અગાઉ જે ફી નક્કી ઇ તેને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા હોવાથી હાલમાં નવેસરી ફી નિર્ધારણ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
જુદી જુદી કોલેજો પાસેી નવી ફી અંગે દરખાસ્ત અને સંબંધિત દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે. ફી નિર્ધારણ કમિટીના સૂત્રો કહે છે આગામી જૂન સુધીમાં દરેક કોલેજોની આગામી ત્રણ વર્ષ માટે નવી ફી જાહેર કરી દેવાશે. પ્રવેશ કમિટી દ્વારા ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવાનું નક્કી કરાયું છે.
વિર્દ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ અંગેની જાણકારી અને માર્ગદર્શનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આગામી દિવસોમાં પરિણામ આવતાની સો જ બુકલેટનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે બુકલેટમાં કઇ સ્વનિર્ભર કોલેજની કેટલી ફી છે તેની વિગતો જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ બુકલેટમાં ફી જાહેર કરવામાં આવશે. હજુ સુધી નવી ફી નક્કી થઇ ન હોવાથી જૂની એટલે કે હાલમાં લેવામાં આવતી ફી નો ઉલ્લેખ કરવામાં આવશે. વિર્દ્યાર્થીઓ આ ફી લઇને જે તે કોલેજમાં પ્રવેશ મેળવે તો તેઓ પાછળી એટલે કે બે મહિના પછી વધારાની ફી ભરવી પડશે. આમ, આ વખતે પ્રવેશ લેતાં પહેલા વિર્દ્યાર્થીઓએ બુકલેટમાં આપેલી ફી કરતાં વધુ ફી ભરવાની તૈયારી સાથે જે તે કોલેજમાં પ્રવેશ લેવો પડે તેમ છે.