ટેકસચોરી કરતા લોકોને રોકવા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો હતો
મૂડીબજારની નિયમનકાર સેબીએ ટેકસ ચોરી રોકવા માટે શેર બજારનાં પ્લેટફોર્મનો દૂરૂપયોગ કરવાના મામલે ૮૧ એન્ટિટી પર લાદવામાં આવેલો ટ્રેડીંગ પ્રતિંબંધ હટાવી દીધો હતો. તેની હકારાત્મક અસર દેખાઈ રહી છે. સેબીએ જણાવ્યું હતુ કે આ એન્ટિટીઝ વિરૂધ્ધ કોઈ પૂરાવા મળ્યા નથી. શરૂઆતમાં સેબીએ ત્રણ અલગ અલગ કિસ્સામાં ૪૨૧ એન્ટિટીઝ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.
તેમાં પાઈન એનિમેશન કેસ ફર્સ્ટ ફાઈનાન્શિયલ ઉપરાંત ઈકો ફેન્ડલી ફૂડ પ્રોસેસીંગ પાર્ક, અસ્ટિમ બાયો ઓર્ગેનીક ફૂડ પ્રોસેસીંગ ચેનલ નાઈન એન્ટરટેઈનમેન્ટ અને એચપીસી બાયોસાયન્સના શેર્સમાં સોદાનો સમાવેશ થાય છે. આ એન્ટિટીઝ ટેકસ ચોરી માટે શેર બજારનાં પ્લેટફોર્મનો ઉપયોગકરવો તથા શંકાસ્પદ મની લોડંરીંગની કામગીરી માટે સેબીની નજર હેઠળ અથવા રડારમાં હતી હાલનાં કેસમાં સેબીએ ડિસેમ્બર ૨૦૧૪ તથા નવેમ્બર ૨૦૧૫માં વધારે આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી કુલ ૧૨૩ એન્ટિટીઝ સામે બજારથી દૂર રહેવા માટે આદેશ કર્યો હતો.
પાછળથી તેણે આ એન્ટિટીઝ સામેનો ટ્રેડિંગ કરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. પ્રથમદર્શી રીતે રહેવું જાણવા મળ્યું હતુ કે રેડફોર્ડ જૂથ તથા શંકાસ્પદ તથા એબોટીઝે ગેરકાયદે લાભ મેળવવા સિકયોરીટી માર્કેટ સિસ્ટમનો કૃત્રિમ રીતે શેરના વોલ્યુમમાં વધારો કરવા તથા કિંમતમાં વધારો કરવા ઉપયોગ કર્યો હતો.
બાકીની ૧૦૬ એન્ટિટીઝ સામેના આદેશોને ઓકટોબર ૨૦૧૫ તથા માર્ચ ૨૦૧૬, ઓગષ્ટ ૨૦૧૬માં અલગ આદેશો કરવામાં આવ્યા હતા.વચગાળાના આદેશને પગલે સેબીએ સંબંધીત એન્ટિટીઝ વચ્ચે સાંઠગાંઠ તેમની ભૂમિકા રેડફોર્ડ, શેરની કિંમતમાં કૃત્રિમ વધારા માટે ઉપયોગમાં લેવામા આવેલા, ભંડોળ વગેરે માટે વિગતવાર તપાસ હાથ ધરી હતી કે જેથી સિકયોરીટીઝ કાયદાનો ભંગ થયો છે કે કેમ તે નકકી કરી શકાય તપાસ પૂર્ણ થયા બાદ નિયમનકારે જણાવ્યું હતુ કે તેને ૮૨ એન્ટિટીઝ સામે સેબીના કાયદાની જોગવાઈઓની ભંગ કર્યો હોવા અંગે કોઈ વિપરીત પૂરાવા સાંપડયા નથી. આમ છતા આ પગલાથી ટેકસ ચોરી અંકુશમાં આવી છે.