ડુંગળી ખાધા પછી મોં માંથી આવતી વાસને ૧ મીનીટમાં દૂર કરો
સૌથી વધારે સબ્જીઓમાં ડુંગળી નાખવામાં આવતી હોય છે અને ઘણા લોકો તો કાચી ડુંગળીનું કચુબર બનાવી ખાવાનું પસંદ કરતા હોય છે જો કે ડુંગળી ખાવાથી મોં માંથી વાસ આવે છે જેના કારણે બીજી વ્યક્તિ સાથે વાત કરતા હોય છે ત્યારે તેને ઘણી મુશ્કેલી થતી હોય છે આ કારણોસર ઘણા લોકો ડુંગળીનું સેવન નથી કરતા આમ જો મોં માંથી ડુંગળીની દુર્ગધ આવતી હોય તો તેને દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાયો..
૧- ફુદીનો – મોં માંથી વાસને દૂર કરવા ફુદીના પાંદડાને પણ ઉપયોગ કરી શકો છો જેથી મોં માંથી વાસ નહી આવે.
૨- રાઇ : મોં માંથી વાસને દૂર કરવા માટે રાઇ પણ ખાઇ શકો છો જ્યારે પણ ડુંગળી ખાવ તે પછી થોડી રાઇ ખાવા ચાવીને કાઢી નાખવી.
૩- ગાજર : જ્યારે પણ કચુંબરનું સેવન કરો તો તેની સાથે ગાજર પણ નાખો ડુંગળી અને ગાજરનું સેવન કરવાથી મોં માંથી ડુંગળીની વાસ નહી આવે.
૪- મશ‚મ : જ્યારે પણ મોં માંથી ડુંગળીની વાસ આવે તો મશ‚મ ખાઇ લો. મશ‚મ ખાવાથી મોં માંથી વાસ નહી આવે.