ધનારક કમુહૂર્તા પહેલા ૧૧ સહિત વર્ષ દરમિયાન ૪૩ મુહૂર્તો લગ્ન માટે શુભ
ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર દિવાળી, નૂતનવર્ષ, તુલસી વિવાહ અને આજે દેવદિવાળીના તહેવારો પુરાં થયા બાદ કાલથી લગ્ન સહિતના શુભકાર્યોની મંગલ શરૂઆત થશે. તુલસીજી અને ઠાકોરજીના વિવાહ સંપન્ન થયા બાદ લોકોના લગ્નની સીઝન શરૂ થાય છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં લગ્નના ઓછા મુહૂર્તો છે. ગત વર્ષે ૬૩ જેટલા લગ્નના શુભ મુહૂર્તો હતા.
જ્યારે આ વર્ષે કુલ ૪૩ શુભ મુહૂર્તો છે. નવેમ્બર માસમાં આગામી ૨૦ તારીખથી ૪ મુહૂર્તો સહિત કમુહૂર્તા પહેલા કુલ ૧૧ મુહૂર્તો શુભ છે. તેમજ કમુહૂર્તા બાદ ૧૪ શુભ તારીખો લગ્ન માટે શ્રેષ્ઠ છે. વર્ષ દરમિયાન ધનારક કમુહૂર્તા, હોળાષ્ટક મીનારક અને શુક્ર અસ્તના દિવસો લગ્નગાળા અને શુભકાર્યોમાં બાધારૂપ હોય છે. આ સમયગાળામાં લગ્ન થતા હોતા ની. આ વર્ષે ધનારક કમુહૂર્તાનો સમયગાળો તા.૧૬/૧૨ થી ૧૪/૧/૨૦ સુધી હોળાષ્ટક તા.૨/૩ થી ૯/૩, મીનારક તા.૧૪/૩ થી ૧૩/૪ તેમજ શુક્ર અસ્ત તા.૩૦/૫ થી ૯/૬ આ સમયગાળા દરમિયાન લગ્ન યોજાશે નહીં. આમ આ વર્ષે કુલ લગ્ન માટે ૪૩ મુહૂર્તો શુભ છે.