સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરનાં લોકો સામે કરી કાર્યવાહી

કોરોનાની બીજી આકરી લહેર ઉઠતા સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુંની ફરજ પડી છે. લોકો પણ બેદરકારી દાખવી સંક્રમણ વધે તે રીતે બૈખૌફ ધુમી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ કોરોનાને આમંત્રણ આપતી લોકોની ભીડભાડ પ્રત્યે કાયદાની અમલવારી કડક હાથે કરવા ને બદલે લાપરવાહી દાખવી રહી હોય કોરોના કહેર મચાવી રહ્યો છે.આવા સંજોગોમાં વિખ્યાત તિર્થધામ ચોટીલામાં ઘોડાનાશી ગયા બાદ તબેલાને તાળા મારવા નિકળેલી પોલીસે મેઈન બજાર, આણંદપૂર રોડ અને ટાવર રોડ પર ડ્રાઈવ કરી માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી રૂ. ચૌદ હજાર વસુલ્યા હતા ગતરાત્રે પોલીસે આરટીઓને સાથે રાખી ચોટીલાથી પસાર થતી લકઝરી બસોમાં ચેકીંગ હાથ ધરી રૂ. દોઢ લાખનો દંડ વસુલ્યો હતો.દિવાળીના તહેવારોથી લઈ લાભ પાંચમ સુધી શ્રધ્ધાના પ્રતિકસમાં ચામુંડામાતાના મંદિરે લાખશે દર્શનાર્થીઓ ઉમટયા હતા. જેમાં મોટાભાગે માસ્ક પહેર્યા વગરના હતા અને જબરી ભીડ જામતી હોય સોશ્યલ ડીસ્ટનના ધજાગરા ઉડ્યા હતા. આ સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવાને બદલે પોલીસ મુક પ્રેક્ષક બની ફરજ બજાવતી હતી. હવે ફરી કોરોના એ ફૂફાડો માર્યો હોય પોલીસ રહી રહીને હરકતમાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.