અબતક-અમદાવાદ
કોરોના મહામારી હળવી થતા જ ઢોલિવુડ ફરી એકવાર ધબકતું થયું છે. ત્યારે હવે સોનેરી પડદે ‘જેસ્સું જોરદાર’ પણ સોનેરી એન્ટ્રી કરી રહ્યું છે. જેમાં અમદાવાદ ખાતે યોજાયેલા પ્રિમિયર શોમાં ‘અબતક’ની ટીમ દ્વારા ખાસ રિવ્યુ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મુવીના કાસ્ટ અને મેકર્સ સાથે ખાસ વાતચીત કરી ફિલ્મની જર્ની વિશે જાણવાનો પર્યંત કર્યો હતો.
‘જેસ્સું જોરદાર’ પ્રિમિયર દરમિયાન ગુજરાતી ફોલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક કલાકારો અને ફિલ્મ કાસ્ટિંગ મનોજ જોષી, કુલદીપ ગૌર, ભક્તિ કુબાવત અને સલોની રાવલ સહિતની ટીમ હાજર રહી હતી. આ સાથે પ્રોડ્યુસર શોભનાબેન બોદર તથા ડાયરેકટર રાજેન આર. વર્મા કે જેઓની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને મુખ્ય અતિથિ તરીકે ભુપતભાઇ બોદર પણ ઉપસ્થિત રહ્યા હતા.
‘જેસ્સું જોરદાર’ એક કોમેડી અને ફેમિલી એન્ટરટેનિંગ મુવી છે. કલાઈમેક્સમાં પણ દર્શકોને ભાવવિભોર કરાવી દેતા સીન ફરમાવામાં આવ્યા છે. ફિલ્મના લીડ રોલમાં મનોજ જોષી, કુલદીપ ગૌર અને ભક્તિ કુબાવતે પોતાની અદ્ભૂત અદાકારી પાથરીને દર્શકોને મંત્ર મુગ્ઘ કરી દીધા છે. ફિલ્મના ડાયરેકટર રાજેન આર. વર્માની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે.
આ ફિલ્મના ઘણા ખરા દ્રશ્યો રાજકોટમાં પણ શૂટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અર્બન ગુજરાતી ફિલ્મને કાઠીવાડી ટચ પણ આપવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મમાં પણ મનોજ જોષીના કિરદાર અને ભક્તિ કુબાવતના ‘જેસ્સું’ ના કિરદારને ઢોલિવુડ કલાકારોએ બિરદાવ્યા છે. આ સાથે સોનેરી પડદે ફિલ્મ ‘જેસ્સું જોરદાર’ ધમાકેદાર એન્ટ્રી કરશે તેવું ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ લાગી રહ્યું છે.
‘જેસ્સું જોરદાર’નું કિરદાર આજના સમયમાં યુવતીઓની મુશ્કેલીઓ અને તેની પરિસ્થિતિઓને આવરી લે છે. જેમાં ભક્તિ કુબાવતે જેસ્સુંના કિરદારને પૂરો ન્યાય આપ્યો છે. ‘જેસ્સું જોરદાર’ મ્યુઝિક, અદાકારી, ડાયરેક્શન અને તમામ પહેલુથી દર્શકોને સોનેરી પડદે સીટ પર હલવા પણ દેતા નથી. જેમાં કલાઈમેક્સમાં ખાસ દર્શકો મંત્રમુગ્ઘ થશે તેવી આશા ફિલ્મ મેકર્સને પુરી આશા છે.
ફિલ્મ રોમેન્ટીક,ફેમિલી એન્ટરટેઇનિંગ: પ્રોડયુસર્સ
જેસ્સુ જોરદાર ફિલ્મના પ્રોડ્યુસર્સ અને કો પ્રોડ્યુસર્સ; ભુપત બોદર, શોભના ભુપત બોદર, જેમિન બોદર અને વૃંદા બ્રહ્મભટ્ટ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે જેસ્સુ જોરદાર એક રોમેન્ટિક ફેમિલી કોમેડી ફિલ્મ છે અને તમામ સિનેમાઘરો હવે કોવીડબાદ જયારે ફરી પાછા ખુલ્યા છે અને એમાં પણ અવનવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે તો દર્શકોને ચોક્કસથી કેહવા માંગીશ કે 1 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ રિલીઝ થાય છે તો તમામે પરિવાર સાથે આ મુવી જોવા જરૂરથી જોવા જાજો!
મૂવીની વાર્તા રિયલ લાઇફને ટચ કરી જશે: રાજન વર્મા (ડાયરેક્ટર)
ડિરેક્ટર રાજન આર વર્મા અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે આ ફિલ્મની સ્ટોરીલાઇન ક્યાંક રિયલ લાઈફથી પ્રેરિત થઇ છે તો આ ફિલ્મને પણ એક એન્ટરટેઇન્મેન્ટ સાથે રિયાલિસ્ટિક ટચ પણ મળ્યો છે.
દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મની પૂરી મજા માણશે: મનોજ જોશી (એક્ટર)
એક્ટર મનોજ જોશી અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે ગુજરાતી ફિલ્મ બની છે જે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ છે અને જેસ્સુ જોરદાર ફિલ્મમા કુલદીપ અને ભક્તિએ ખુબ સરસ એવો કિરદાર નિભાવ્યો છે તો ચોક્કસથી સિનેમાઘરોમાં જઇ ફિલ્મનો આનંદ માણશો!
જેસ્સુ જોરદાર ખરેખર જોરદાર ફિલ્મ: હેમાંગ દવે (એક્ટર)
હેમાંગ દવે અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન ફિલ્મને બિરદાવતા કહે છે કે જેસ્સુ જોરદાર હકીકતે જોરદાર ફિલ્મ છે ત્યારે આ અવસરે હું કુલદીપ, ભક્તિ અને જેસ્સુ જોરદારની તમામ ટીમને શુભેચ્છા પાઠવું છું!
ડેબ્યૂ ફિલ્મથી ઘણી ઉત્સાહિત છું: સલોની રાવલ (એક્ટ્રેસ)
એક્ટ્રેસિસ સલોની રાવલ અબતક સાથે વિશેષ વાતચિત દરમ્યાન જણાવે છે કે આ મારી ડેબ્યુ ફિલ્મ રહી છે તો નામ તો જેસ્સુ જોરદારછે જ પણ હકીકતે કેટલી જોરદાર છે આ ફિલ્મ એ
તો તમારે જ સિનેમાઘરોમાં જય જોવું પડશે.