જૂનાગઢના માંગરોળ બંદર ખાતે માછીમારોને ડીઝલ સાથે પાણીની ભેળસેળની ફરીયાદો ઉઠતાં ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરાઇ છે. ત્યારે આજે સરકાર અને કંપની દ્વારા માંગરોળ બંદરના ડીઝલના પંપ ઉપરથી ડીઝલના નમુનાઓ લેવામાં આવ્યા છે અને પંપનો જયાં સુધી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પંપ બંધ રાખવા સુચના આપવામાં આવી છે.
માંગરોળ બંદરે ડીઝલમાં પાણી તેમજ અન્ય કેમીકલ ભેળસેળ હોવાની આશંકા વ્યક્ત કરી માછીમારોએ હોબાળો મચાવ્યો હતો અને આ બાબતે ધટનાની મામલતદારને જાણ થતાં તાત્કાલિક પહોચી ડીઝલ ના નમુના ને સીલ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આજ રોજ માંગરોળ બંદર ખાતે ભારત પેટ્રોલિયમની લેબ વાન સાથે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા લેબ વાનમા અલગ અલગ રીતે ડીઝલના નમુના લઇ તપાસ કરવામાં આવી હતી તેમજ સેમ્પલો લઈ સીલ બંધ કરી તપાસમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
માછીમારોને થયેલા નુકસાન બાબતે જવાબદાર કોણ ??
ડીઝલમાં ભેળસેળની આશંકાને લઇને કેટલી બોટોના મશીનો બગડીયા હતા તેમજ જે બોટો અહીથી ડીઝલ ભરાવીને માછીમારી કરવા ગઈ હતી તેને કોઇ જોખમ ઉઠે તે પહેલાં પરત બોલાવી લેતા માછીમારોને લાખોની નુકસાની થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ આ નુકસાની બાબતે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો માછીમારોમાં ઉઠી રહ્યો છે