પરિવાર અને મિત્રોને ફોટો અને ગંદા મેસેજો કરી યુવતીને બદનામ કરતા અમદાવાદના પ્રેમી વિરૂદ્ધ નોંધાતો ગુનો
અંજારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે અમદાવાદના શખ્સે સોશિયલ મીડિયા મારફત પરિચય મેળવી તેને પ્રેમ જાળમાં ફસાવી યુવતીના ન્યૂડ ફોટા પોતાનામાં મેળવી લીધા હતા જે બાદ યુવતીના પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધ અંગેની જાણ થતા યુવતીના પરિવારે તેનો ફોન લઈ લીધો હતો જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી જ હતા. પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ યુવતીના ન્યુડ ફોટો તેના પરિવાર અને તેના મિત્રોને વાયરલ કરી બદનામ કરી માનસિક ત્રાસ આપતા તેને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ નોંધાવ્યો છે.
વિગતો મુજબ અંજારના મોટી નાગલપરામાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને અમદાવાદ ખાતે રહેતા ધવલ વિજય લુવા નામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો .અને ધવલ યુવતીને પ્રેમ જાણમાં ફસાવી તેની પાસેથી તેના ન્યૂડ ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ તેઓ ગાંધીધામ ખાતે મળ્યા હતા ત્યારે ધવલ યુવતીને એક હોટેલમાં પણ લઈ ગયો હતો જ્યાં તેને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીએ તેનો ઇનકાર કરતા ધવલ ને તેને તેના ન્યૂડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી શારીરિક અંડપલા કર્યા હતા.
જેથી યુવતીએ તેને બીજી વાર મળીશું ત્યારે શારીરિક સંબંધ બાંધવા આપીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી યુવતીના પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધ વિશે જાણ થઈ જતા યુવતી નો ફોન તેના પરિવારજનો એ લઈ લીધો હતો જેથી બંનેનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો તેથી તો ધવલે ગુસ્સામાં આવી યુવતીના ન્યૂડ ફોટો તેના પરિવારજનો અને તેના મિત્રોને મોકલી દઈ તેને બદનામ કરી માનસિક ત્રાસ આપતા યુવતીએ તેના વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.