શિવીસ માઇક્રોન્સ કારખાનામાંથી બે મોબાઇલ અને રોકડ મળી રૂ. 2.82 લાખની મત્તા ચોરી

મોરબી જિલ્લામાં તસ્કરોએ  શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં વધુ એક ચોરી ઘટના બની છે. જેમાં ચોરે ફરિયાદીના ખાતામાં પડેલ પૈસા અને ચાર મોબાઈલ મળી 2.82 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકામાં આવેલ શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં, પીપળીયા ચાર રસ્તાથી આગળ વીરપરડા ગામની સીમમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી નામના યુવક અને તેનો મિત્ર ગત તા.22/11/2022 ના રોજ ઓરડીમાં સુતા હતા. ત્યારે અનઅધિકૃત રીતે અજાણ્યા ચોર ઇસમે તેમની ઓરડીમાં પ્રવેશ કરી ફરીયાદીના બે મોબાઇલ ફોન ચોરી ગયો હતો. જેમાં એક મોબાઇલ ફોનમાં ફોન પે એપ્લીકેશન વાપરતા હોય જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બેંક એકાઉન્ટ સાથે લીંક હોય તથા તેના મિત્રના બે મોબાઇલ તથા થેલામાં રહેલ રોકડાની ચોરી કરી ફરીયાદીના ફોન પે એપ્લીકેશન મારફત બેંક એકાઉન્ટ માંથી રૂ.2,59,469/- ની રકમની ચોરી કરી કુલ રૂ.2,82,169ની મતાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.