રાજકોટ ગ્રામ્ય પ્રાંતની દાખલારૂપ કાર્યવાહી
પુત્રએ કરેલી જમીનની વારસાઈ નોંધ રદ કરવાય,માસિક રૂ.૮૦૦૦નું ભરણપોષણ ચૂકવવા પણ હુકમ
રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંક દ્વારા માનવતાવાદી કાર્યવાહીના આધારે નીરાધાર વૃદ્ધાના તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં તેઓએ ઘરમાંથી પુત્રએ કાઢી મુકેલ વૃદ્ધાને મકાન અને જમીન પરત અપાવી છે. સાથે રૂ. ૮૦૦૦નું ભરણપોષણ ચૂકવવા પણ આદેશ કર્યો છે.
માતા – પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ-૨૦૦૭ તથા ગુજરાત માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના નિભાવ અને કલ્યાણ માટેના નિયમો-૨૦૧૧ મુજબ આ કાયદાની કલમ ૪(૧) મુજબ વરિષ્ઠ નાગરીક જેમાં મા-બાપનો પણ સમાવેશ થાય છે. તેઓ જો પોતે પોતાની આવકમાંથી અથવા પોતાની મિલ્કતમાંથી પોતાનું ભરણ-પોષણ કરવા સક્ષમ ન હોય તો આ અધિનિયમની કલમ ૫ હોઠળ ભરણ-પોષણ માંગી શકે છે.
ખંઢેરી ગામના અરજદાર રાઇબેન કાનાભાઇ સૌનારાએ તેમના પુત્ર વિક્રમભાઇ કાનાભાઇ સોનારા વિરૂધ્ધ અરજી કરેલ અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ખંઢેરી મુકામે રહેતા પરંતુ છેલ્લા ૧ વર્ષથી તેમના પુત્રએ તરછોડી દીધેલ જેથી તેઓ રખડતુ – ભટકતું અને ઓશીયાળુ જીવન પસાર કરે છે. તેમની વારસાઇ જમીન જે ખંઢેરી ગામે આવેલ તે જમીન પણ તેમની પાસેથી છેતરપીંડી કરીને પચાવી પાડેલ.
આમ, અરજદારએ ભરણ-પૌષણ, મકાન તથા વારસાઇ મિલ્કત પરત મેળવવા ધી મેઇન્ટેનન્સ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૯ની કલમ ૪(૧) મુજબ ત્ર અરજી કરેલ. જે અરજી પરત્વે પ્રાંત અધિકારી વિવેક ટાંક, રાજકોટ ગ્રામ્ય,રાજકોટએ આ કેસની સુનાવણી કરીને આ કાયદાની કલમ ૪(૧) મુજબ વરિષ્ઠ નાગરીક જેમાં મા-બાપનો પણ સમાવેશ થાય છે. તેઓ જો પોતે પોતાની આવકમાંથી અથવા પોતાની મિલ્કતમાંથી પોતાનુ ભરણ-પોષણ કરવા સક્ષમ ન હોય તો આ અધિનિયમની કલમ ૫ હેઠળ ભરણ-પોષણ માંગી શકે છે.
ધી મેઇન્ટેનન્સ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ની કલમ-૨૩ની જોગવાઇ આને લેતાં આ અધિનિયમ અમલમાં આવ્યા બાદ લાગણી અને પ્રેમના કારણે કોઇ મિલ્કત તબદીલ કરેલ હોય, અને તે મિલક્ત લેનાર મા-બાપ કે સીનીયર સીટીઝનની પ્રાથમિક જરૂરીયતો, પ્રાથમિક કાળજી કે દેખરેખ રાખવામાં નિષ્ફળ જાય તો આવી તબદીલી રદબાતલ ઠેરવવાનો તબદીલ કરનાર પાસે વિકલ્પ રહે છે.
આમ, અરજદાર રાઇબેન કાનાભાઈ સોનારાની આ કાયદા હેઠળની અરજી ગ્રાહ્ય રાખી ખંઢેરી ગામે આવેલ પોતાની માલીકીનુ મકાન આપવાનું ઠરાવેલ છે. પ્રતિમાસ રૂ.૮૦૦૦/- અંકે રૂ-આઠ હજાર પુરા ભરણ-પોષણ તરીકે તેમના પુત્રએ ચૂકવવા હુક્મ કરેલ છે. તેમજ પડધરી તાલુકાની ખંઢરી ગામની રે.સ.નં.૧૧૦ની વારસાઇ જમીન ૨-૩૦-૩૭ની હક્ક પત્રક નોંધ નં.૧૪૯૪ તથા ૧૬૮ ૬ કરી આ જમીન અરજદારના નામે કરવા હુકમ કરેલ છે.
આમ, આ કાયદા હેઠળ અરજદાર વિધવા, વયોવ્રુધ્ધ અને અશક્ત મહિલાને પ્રાંત અધિકારી દ્રારા ભરણ-પોષણની રકમ ચુકવવાનુ, રહેવાનુ મકાન પરત આપવા તેમજ ખેતીની જમીનનો માલીકી હક્ક પરત આપવા માટેનો સીનીયર સીટીઝનો માટે એક દષ્ટાંત રૂપ ચુકાદો આપવામાં આવેલ છે.