સ્વ. પ્રવિણકાકાના જન્મ દિવસ નિમિત્તે વી.વી.પી. પરિવારની ભાવવંદના દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, પશુ પક્ષીઓની સેવા, વૃઘ્ધાશ્રમ તથા પાંજરાપોળમાં દાન દ્વારા સેવા દિન
શિક્ષણ, સમાજ, રાષ્ટ્ર સેવાના આજીવન ભેખધારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક, સંસ્કાર લક્ષી શિક્ષણપ્રેમી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉચ્ચ શિક્ષણના પ્રણેતા વી.વી.પી.ના સ્થાપક ચેરમેન સ્વ. પ્રવીણકાકા મણીઆરના જન્મ દિવસ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ નિમીતે વી.વી.પી. પરિવાર દ્વારા ભાવવંદના કરવામાં આવી રહી છે. જેમાં વી.વી.પી. પરિવાર દ્વારા વૃઘ્ઘશ્રમ, પાંજરાપોળમાં અનુદાન દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ, પશુ-પક્ષી નારાયણનો સેવા દ્વારા સેવા દિનની ઉજવણી કરવામાં આવશે.
વૃઘ્ધાશ્રમમા માતા-પિતાને ભોજન, ગાયોને ઘાસ, કબૂતરને ચણ દ્વારા સાચા અર્થમાં હ્રદયસ્ય સ્વ. પ્રવીણકાકાને ભાવવંદના વી.વી.પી. પરિવાર દ્વારા કરવામાં આવશે.
૧ સપ્ટેમ્બર ૧૯૩૫ના રોજ જન્મેલા પ્રવીણભાઇ મણીઆર એટલે મુલ્યનિષ્ઠ શિક્ષણ સાધક, સેવા સાધક, સ્વદેશીના આગ્રહી, જીવદયા પ્રેમી તેમજ સંગઠન સાધક:, માનપૂર્વક સમગ્ર દેશ જેઓને પ્રવીણકાકાના બહુમાનથી સંબોધીત કરે છે. કે.જી. થી પી.જી. સુધી મુલ્યનિષ્ઠ શિક્ષણના સંચાલક બળ પ્રવીણકાકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કાળ ૧૯૬૭ થી ૧૯૯૭, સતત ૩૦ વર્ષ સુધી સેનેટ સભ્ય તેમજ ર૮ વર્ષ સીન્ડીકેટ સભ્ય રહ્યા બાદ રૂ. ૧,૧૧,૧૧૧ નું દાન આપી સ્વૈચ્છીક નિવૃતિ લીધી હતી. પૂ. ગુરુજીના શબ્દો રાષ્ટ્રય સ્વાહા ઇદ ન મમ મારુ બધુ મારા રાષ્ટ્રને અર્પણને જીવન મંત્ર બનાવી છેલ્લા ર૦ વર્ષથી વકીલાત છોડી સ્વ માટે નહીં તો સર્વ માટે કામ કરનાર મે નહીં તુ હી ના સિઘ્ધાંતને ઘ્યાનમાં રાખી બીજાને હર હંમેશ પદ અપનાવનાર તથા પરિવાર ક્ષેત્રની બધી જ સંગઠનાનો પાયો ધરબી પૂર્ણ વિકસીત કરી સ્વનિર્ભર બનાવી એક કુશળ સંગઠકનો પરિચય કરાવનાર પ્રવીણકાકાએ પુર, અછત દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડુ પ્લેગ જેવી કુદરતી આફતો વખતે અડિખમ ઉભા રહી સેવા ભારતીના માઘ્યમથી અિેદ્રતીય સમાજ સેવા કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઇજનેરી કોલેજ વી.વી.પી. ઇજનેર કોલેજ, એક માત્ર આર્કિટેક કોલેજ ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરની સ્થાપનાનું શ્રેય પ્રવીણકાકાને જાય છે. વી.વી.પી. ટ્રસ્ટના માઘ્યમથી પ્રવીણકાકાએ ઉત્કૃષ્ટ સંસ્કારો સાથે ઉચ્ચ શિક્ષણ, પારદર્શક અને પ્રમાણીક વહીવટનું અનુકરણીય ઉદાહરણ પુરુ પાડયું છે. વી.વી.પી. એ આઇ.એસ.ટી. દ્વારા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે માં વી.વી.પી ને ત્રણ જુદા જુદા એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા. જેમાં વી.વી.પી. માટે તન, મન અને ધનથી સદાય સમર્પિત એવા ચેરમેન પ્રવીણકાકા મણીઆરને ગુજરાતમાં ટેકનીકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ એવોર્ડ ઓફ સ્ટેટ ઓનર આપવામાં આવ્યો હતો.