સ્વામીનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવમાં હાજરી આપશે: હિમાલય દ્વારનું ઉદઘાટન કરશે: શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી રાજકોટ આવશે
ગુજરાતની ગાદી પર સતત બીજી વખત સત્તારૂઢ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે પ્રથમ વાર રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલથી સ્વામી નારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનો વિધિવત શુભારંભ થઇ રહ્યો હોય કાલથી સતત ચાર દિવસ સુધી વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો રાજકોટમાં જમાવડો જામશે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજી આગામી શુક્રવારે રાજકોટ ખાતે પધારી રહ્યા છે.
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને 7પ વર્ષ પૂર્ણ થતાં શહેરના મવડી – કણકોટ રોડ સ્થિત સહજાનંદ નગર ખાતે ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેનો વિધિવત આરંભ આવતીકાલથી થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે પ્રથમ વાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે ગુરુવારે સાંજે 4 થી 6 ના અમૃત મહોત્સવના સેશનમાં સામેલ થશે. તેઓના હસ્તે સહજાનંદ નગરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા હિમાલય દ્વારનુ ઉદઘાટન કરવામાં આવશે. તેઓની સાથે વડતાલ ધામના ગાદીપતિ રાકેશપ્રસાદજી સ્વામી પણ જોડાશે. રાજયમાં ઐતિહાસિક જીત સાથે ફરી સત્તારૂઢ થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને આવકારવા માટે ભાજપના કાર્યકરો તથા હરિભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ રાજકોટનાી મુલાકાતે આવનાર છે. તેઓ આખો દિવસ સહજાનંદ નગરમાં રોકાણ કરશે સવારના સેશનમાં તેઓ રપ હજારથી વધુ ખેડૂતોની શિબિરમાં હાજરી આપશે. અને પ્રાકૃતિક ખેતી અંગે જગતાતને માર્ગદર્શન આપશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી પણ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવવાના હતા. પરંતુ તેઓના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. યોગી આદિત્નાથ હવે શુક્રવારે રાજકોટની મુલાકાતે આવશે તેઓ ધર્મસભામાં સામેલ થશે. શુક્રવારે બપોરના સેશનમાં મહિલા સંમેલન યોજાવાનું છે જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓનલાઇન સંબોધન કરશે. આ સંમેલનમાં સાઘ્વી ઋતુભંરાજી, ટેનીસ પ્લેયર ભાવનાબેન પટેલ અને વિચરતા સમુદાયના અઘ્યક્ષ મિતલબેન પટેલ હાજરી આપશે.
ર4મીએ શિક્ષણ સેમીનાર યોજાશે જેમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી ઉ5સ્થિત રહેશે બપોર પછીના સેશનમાં ભાજપના પ્રવકતા સુતાંશુ ત્રિવેદી હાજરી આપશે. રપમીએ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે.
જેમાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા હાજરી આપશે. જયારે બપોર બાદ યોજનારાન ડોકટર સેમીનારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ઇસરોના ચેરમેન એસ. સોમનાથ અને હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. કે.જી. પટેલ હાજરી આપશે જયારે ર6મીએ વડીલોના સેમીનારમાં કેરલના રાજયપાલ આરીફ મહમદખાન ઉપસ્થિત રહેશ.