આજના સમયમાં વિજળી ન હોય તો આપણે કોઇ પણ કામ કરવાની કલ્પના જ કરી શકતા નથી. તેમ સાંભળ્યું હશે કે વીજળી ઉત્પન્ન કરવા માટે હવા અને પાણીની જરુર પડે છે. પરંતુ હવે વીજળી ઉત્પન્ન કરવા માટે હવા અને પાણીની સાથે સાથે આંખના આંસુ પણ ઉપયોગમાં આવી શકશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આંખમાંથી નીકળતા આંસુ પણ વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરી શકશે.
વૈજ્ઞાનિકો માને છે કે ઇંડાનો સફેદ ભાગ, વ્યક્તિના આંસુ લાર તથા સ્તન પાયી જીવોના દુધમાં જે પ્રોટીન ઇક્વીયમેંટ બનાવવા માટે મદદ મળશે. આપરલેંડના લાઇમરીક યુએલ વિશ્ર્વ વિદ્યાલયની એક શોધને અનુસંધાનકર્તાઓએ જણાવ્યું છે કે એક પ્રકારનું પ્રોટીન ‘લાઇસો જાઇમ’ના કિસ્ટલો પર પ્રેશર આપવામાં આવે તો વીજળી ઉત્પન્ન થઇ શકે છે.
જાણકારી અનુસાર પ્રેશર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની વીધીને ડાયરેક્ટ ડાયનામાઇટ પાઇજોઇલેક્ટ્રિક્ટિ કહેવામાં આવે છે. તે એક સ્ફટીક જેવા તત્વોનું ગુણ છે. જેના દ્વારા યાંત્રીક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં પરિવર્તિત કરી દે છે.