Ayodhya Deepotsav: રામ નગરી અયોધ્યામાં દર વખતની જેમ આ વખતે પણ દીપોત્સવની  ખૂબ જ ભવ્ય રીતે તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ આ વખતે આ ઉત્સવ વધુ ખાસ બનવાનો છે, કારણ કે રામ મંદિરમાં ભગવાન રામલલાનો અભિષેક પછી આ પ્રથમ રોશનીનો તહેવાર હશે. તેમજ  અયોધ્યામાં દીવો પ્રગટાવવાનો નવો રેકોર્ડ બનશે. જ્યાં ગયા વર્ષે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વખતે અયોધ્યા 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે.

આ સાથે રામલલાની નગરી  પહેલા કરતા વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે અવધ યુનિવર્સિટીના સ્વયંસેવકો સરયુના કિનારે અને તમામ ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવશે.

RAM

સપ્ટેમ્બરથી તૈયારીઓ શરૂ થશે

આ ઉત્સવની  તૈયારીઓ સપ્ટેમ્બર મહિનાથી  શરૂ થઈ જશે. તેમજ અવધ યુનિવર્સિટીએ દીપોત્સવ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે. આ સાથે પ્રોફેસર એસએસ મિશ્રાને દીપોત્સવના નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ સાથે એક તરફ સરયુના ઘાટો લાખો દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠશે તો બીજી તરફ આ મહોત્સવને વધુ સુંદર બનાવવા માટે 500 સ્થળોને આકર્ષક બોર્ડથી શણગારવામાં આવશે.

આ દીપોત્સવમાં 7 મિકેનાઇઝ્ડ ટેબ્લોક્સ, કોરિયોગ્રાફ્ડ,એરિયલ ગ્રીન ફાયર ક્રેકર શો,લેસર શો અને અન્ય ઘણા આકર્ષણોનું આયોજન કરવામાં આવશે. આ માટે અયોધ્યા શહેરને સુંદર બનાવવાનું અને સરયુના ઘાટ પર માટીના દીવા પ્રગટાવવા અને નદીઓના કિનારાને સુંદર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અગાઉ ગત વર્ષે 2023ના દીપોત્સવ દરમિયાન “રામ કી પૌડી” સહિત 51 ઘાટો પર કુલ 21 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેમજ આ વખતે પ્રવાસન વિભાગે પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારી કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.