નેશનલ ન્યુઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામા ભાગ લીધા બાદ મંદિરમાં ભગવાનના દર્શન માટે ઉપસ્થિત મહેમાનો, સાધૂ સંતો તથા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે રામ મંદિર માટે થયેલા સંઘર્ષ સહિતના મુદ્દાને પોતાના સંબોધનમાં આલેખી લીધા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં કહ્યું કે, આપ સૌને પ્રમાણ.. આપ સૌને રામ-રામ, આજે આપણા રામ આવી ગયા છે. સદીઓના પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અગણિત બલિદાન બાદ આપણા પ્રભૂ રામ આવી ગયા છે. આ શુભ પળની આપ સૌને, સમગ્ર દેશને ખુબ-ખુબ શુભેચ્છાઓ. હું ગર્ભગૃમાં ઈશ્વારિય ચેતનાનો સાક્ષી બનીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે. કહેવા માટે ઘણું છે પરંતુ કંઠ અવરૂધ છે. મારું શરીર હજુ પણ સ્પંદિત છે, મન હજુ તે પળમાં લીન છે.
આજની તારીખ વિશે વાત કરીને પીએમ મોદીએ કહ્યું, 22 જાન્યુઆરી 2024નો આ સૂરજ એક અદ્ભૂત આભા લઈને આવ્યો છે, આ કેલેન્ડર પર લખેલી એક તારીખ નહીં એક નવા કાળચક્રનો ઉદ્ગમ છે. રામ મંદિરના ભૂમિપૂજન પછી આખા દેશમાં ઉમંગ અને ઉત્સાહ વધતો જ જઈ રહ્યો હતો. નિર્માણ કાર્યને જોઈને દેશવાસીઓને એક નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો હતો. આજે આપણને સદીઓના ધૈર્યની ધરોહર મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે.
ગુલામીની માનસીકતાને તોડીને ઉભો થયેલું રાષ્ટ્ર આ રીતે જ નવ ઇતિહાસનું સર્જન કરે છે. આજથી હજારો વર્ષો પછી પણ આજની તારીખની, આજના પળની ચર્ચા કરશે. આ કેટલી મોટી રામ કૃપા છે કે આપણે સૌ આ પળને જીવી રહ્યા છે. આ પળને ઘટીત થતા જોઈ રહ્યા છે. આજનો સમય સામાન્ય સમય નથી, આ કાળના ચક્ર પર સર્વકાલિકા શાહીથી અંકિત થઈ રહેલી અમિતસ્મૃતિ રેખાઓ છે.
વડાપ્રધાને ભગવાન રામ વિશે વાત કરીને આગળ જણાવ્યું કે, આપણે સૌ જાઈએ છીએ કે જ્યાં રામનું કામ થાય છે, ત્યાં પવનપૂત્ર હનુમાન અવશ્ય બિરાજમાન થાય છે, માટે હું રામ ભક્ત હનુમાનજીને પ્રણામ કરું છું. આ સાથે હું માતા જાનકી, લક્ષ્મણ, ભરત, સત્રુજ્ઞને પ્રણામ કરું છું. હું આ પળે દૈવિય અનુભવ કરી રહ્યો છું, કે જેમના આશિર્વાદથી આ કાર્યપૂર્ણ થયું છે. હું આપણા આસપાસ ફરતી દિવ્ય ચેતનાઓને પણ નમન કરું છું. હું આજે પ્રભુ શ્રી રામને ક્ષમા યાચના પણ કરું છું. આપણા પુરુષાર્થ, ત્યાગ અને તપસ્યામાં કોઈ તો કમી રહી હશે કે આપણે આટલી સદીઓ સુધી આ કાર્ય કરી શક્યા નહીં, આજે એ કમી પૂર્ણ થઈ છે.
મને વિશ્વાસ છે, પ્રભુ રામ આજે આપણને અવશ્ય ક્ષમા કરશે, મારા પ્રિયા દેશવાસીઓ, ત્રેતામાં રામ આગમન પર પૂજ્ય સંત તુલસીદાસજીએ જે વાત કહી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આજે દેશમાં જે માહોલ છે તેની વાત કરીને કહ્યું કે, આજે મંદિરોમાં ઉત્સવો થઈ રહ્યા છે, સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, આખો દેશ આજે દિવાળી મનાવી રહ્યો છે. આજે સાંજે ઘરે-ઘરે રામ જ્યોત પ્રજવલીત કરવાની તૈયારી થઈ રહી છે.