• દારૂ ક્યાંથી આવ્યો? ક્યાં લઇ જવાનો હતો? ચાલક કોણ? સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
  • સુરેન્દ્નનગર લીંબડી રાજકોટ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં દારૂથી ભરેલી પીકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી રસ્તા પર દારૂની બોટલો વિખરાઈ હતી. લોકોને જ્યારે ખબર પડી કે આ પીકઅપ વાનમાં દારૂ છે ત્યારે લોકોએ દારૂની પેટીઓ લૂંટવા માટે પડાપડી કરી હતી.

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર વસ્તડી ગામ નજીક એક પીકવાન પલ્ટી ગઈ હતી. જોકે આ પીકઅપલ વાનમાં દારૂ હતો જે લોકોએ લૂંટી લીધો.લોકોને જ્યારે ખબર પડી કે પીકઅપ વાનમાં દારૂ ભરેલો છે. ત્યારે દારૂને લૂંટવા માટે લોકોની પડાપડી થઈ હતી. લોકો આખેઆખી દારૂની પેટી લઈને ત્યાથી ભાગ્યા હતા. અકસ્માત બાદ બીજુ બધું તો સાઈડમાં રહ્યું. લોકોને ખબર પડી કે ગાડીમાં દારૂ છે. પછી તો લોકોએ દોટ મૂકી હતી. અમુક લોકો તો સ્પેશિયલ દારૂ લૂંટવા ઉભા રહ્યા અને પેટી લઈને ચાલતા થઈ ગયા હતા.અકસ્માતને કારણે દારૂની બોટલો રસ્તા પર વિખરાઈ ગઈ હતી. એટલે લોકોને ખબર પડી ગઈ આ દારૂથી ભરેલી પીકઅપવ વાન છે. જેથી લોકોએ પછી દારૂને લૂંટવા દોટ મૂકી હતી.ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. જેમા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોચી અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ લીંબડી-રાજકોટ હાઈવે પરથી પીકઅપ વાન પસાર થઈ રહી હતી તે દરમ્યાન વસ્તડી ગામ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ વાન રસ્તા વચ્ચે પલટી મારી જતા પીકઅપમાં ભરેલ ઇંગ્લીશ દારૂનો પર્દાફાશ થયો હતો અને અકસ્માતને કારણે દારૂની પેટીઓ રસ્તા પર વેર વિખેર હાલતમાં પડી હતી જેને જોતા જ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો સહિત આસપાસના લોકો સ્થળ પર પહોંચી દારૂની છુટક બોટલો સહિત પેટીની લુંટ ચલાવી પડાપડી કરતા તેમજ પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે દારૂ સાથે રોકેટ ગતીએ ભાગતા નજરે પડયા હતા. વહેલા તે પહેલાના ધોરણે તેમજ હાથમાં આવે તેટલી બોટલો લઈ ગણતરીની મીનીટોમાં અનેક લોકોએ મફત દારૂની મજા માણી લીધી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ઇંગ્લીશ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો ? કોણે ભરી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે દિન-દહાડે દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને અનેક વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પરથી મોટાપાયે ઇંગ્લીશ દારૂ અન્ય જીલ્લામાંથી ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે દારૂ ભરેલ પીકઅપ વાન પલટી મારી જતા ફરી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.