લાંબા સમયના વિરામ બાદ સુત્રાપાડામાં 1 ઈંચથી વધુ, વેરાવળમાં 1 ઈંચ, દીવ, ખાંભા, ઉના, કોડિનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સાથે જ અમરેલી જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનાર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમરેલી જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલીના શેડુભાર, માચીયાળા, ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.