Abtak Media Google News

રાજકોટના પોશ વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામાં ચાલતી યુવક-યુવતિની દારૂની મહેફીલમાં ડખ્ખો થતા સામ સામે કાચની બોટલો વડે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં ધુત યુવક-યુવતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સ્પામાં કામ કરતી યુવતિએ ધમાલ મચાવી નોંધ કરી યુવતિ વિરુઘ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સામાપક્ષે યુવતિ પર સ્પાના મેનેજરે દુષ્કર્મ આચર્યાનો પણ આક્ષેપ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જલારામ-રમાં આવેલા ન્યુડે નામના સ્પામાં ગઇકાલે દારૂની મહેફીલમાં બોલાચાલી બાદ માથાકુટ થતા સામ સામે કાચની બોટલો વડે મારામારી થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગત સાંજે ન્યુ ડે સ્પામાં ચાલતી દારૂની મહેફીલમાં અનિરૂઘ્ધ સંગાર, મીના આદારાઇ (ઉ.વ.30), પરમોયા આદારાઇ (ઉ.વ.30) અને કવીણા લુચી (ઉ.વ. ર3) પર ઇમરાન અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી કાચની બોટલ વડે માર માર્યાનું જણાવ્યું હતું. તો સામા પક્ષે વિદ્યાનગર-1 માં રહેતા વિજય ઉજેસીગ વિશ્ર્વકર્મા પર અનિરૂઘ્ધ અને તેના સાગરીતોએ કાચની બોટલ વડે હુમલો કર્યો હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસમાં જાણ થતાં પી.આઇ. કે.એ.વાળા અને પીએસઆઇ જે.જી. રાણા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસની મીઠી નજર નીચે ચાલતા સ્પામાં આધુનિક કુટખખાનાનો પણ વ્યાપ વઘ્યો છે. આ બનાવ અંગે સ્પામાં કામ કરતી મીના આદારાઇઅને પારમોવાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતે બન્ને તથા અન્ય એક યુવતિ ન્યુ ડે  સ્પામાં કામ કરે છે.

ગત રાતે તેનો પ્રેમી અનિરૂઘ્ધ અને પારમોયા પોતાના રૂમમાં દાઘની મહેફીલ માણતા હતા ત્યારે નીચેના રૂમમાંથી અન્ય એક યુવતિની ચીસો સંભળાતા તમામ નીચે દોડી ગયા હતા. ત્રણેય નીચે આવતી હોટેલ મેનેજર વિજયએ યુવતિ સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી વિજય અને ઇમરાને હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નશામાં ધુત યુવતિએ સીવીલ હોસ્પિટલમાં પણ ધમાલ મચાવી હતી. જેથી હોસ્પિટલના સ્ટાફે તેને દોરી વડે બાંધી પોલીસને સોંપી હતી. આ અંગે ગાંધીધામ પોલીસ દ્વારા કવિણા લુચી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ હજુ સુધી મારામારીનો ગુનો દાખલ ન થતા અનેક તર્ક-વિતર્ક ઉભા થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.