પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસ પર આફ્રિકાથી આવી રહેલા ચિતાના દળને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે અને આ વખતે ખાસ રહેવાનો છે. આ એટલા માટે કારણ કે દેશમાં લુપ્ત થઈ ચુકેલ ધરતી પર સૌથી ઝડપી દોડનાર વન્ય પ્રાણી ચિતા ભારતમાં આવવાના છે. પીએમ મોદી આજે પોતાના જન્મદિવસ પર મધ્યપ્રદેશના પ્રવાસ પર છે ત્યારે પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસ પર આફ્રિકાથી આવી રહેલા ચિતાના દળને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરાવ્યો હતો. ચિત્તા પ્રોજેક્ટનો સાચો અર્થ તેના નામમાં છુપાયેલો છે. આ પ્રોજેક્ટ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડી રહેલા જીવ ચિત્તાની સુરક્ષા માટે લાવવામાં આવ્યો છે. કમનસીબે, દેશમાં ચિત્તાનું અસ્તિત્વ 70 વર્ષ પહેલા ખતમ થઈ ગયું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ચિત્તાઓને નામીબિયામાં પણ અલગ રાખવામાં આવ્યા છે. જોકે એવી અપેક્ષા હતી કે આ ચિત્તાઓને ગયા મહિને જ ભારત લાવવામાં આવશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. આ ચિત્તાઓને વડાપ્રધાન ઉદ્યાનના એક ખાસ એન્ક્લોઝરમાં છોડવામાં આવશે. આ માટે પાર્કમાં પાંચ અને કરહલમાં ચાર હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

File:Leopard Male Nagarhole.jpg - Wikimedia Commons

  • 1948માં ભારતમાં અંતિમ ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો

ચિતા ધરતી પર સૌથી ઝડપી દોડનાર વન્ય-પ્રાણી છે અને ભારતમાં વિલુપ્ત શ્રેણીમાં આવી ચુક્યા છે. ઈતિહાસ તે વાતનો સાક્ષી છે કે ભારતમાં ચિતાનો ઈતિહાસ વર્ષો જૂનો છે. આપણા પૂર્વજો દ્વારા ગાંધીસાગર અભયારણના ચતુર્ભુજ નાલા તથા રાયસેન જિલ્લાના ખરબઈમાં મળેલ શૈલ ચિત્રોમાં ચિતાના ચિત્ર મળ્યા છે. માનવામાં આવે છે કે મધ્ય ભારતના કોરિયા (વર્તમાનમાં છત્તીસગઢમાં સ્થિત) ના પૂર્વ મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દ્વારા 1948માં ભારતમાં અંતિમ ચિતાનો શિકાર કરવામાં આવ્યો હતો.

  • ચિત્તાની ખાસિયાતો

ચિત્તો મોટે ભાગે અલગ રહેવાનું પસંદ કરે છે. તેની ખાસ વિશિષ્ટતા તેની દોડવાની ઝડપમાં છે. જમીન ઉપરનાં સસ્તન પ્રાણીઓમાં તે સૌથી ઝડપથી દોડનારું શિકારી પ્રાણી છે. તેની દોડવાની ઝડપ કલાકે 110 કિમી. જેટલી નોંધાઈ છે; જોકે તે સળંગ થોડાંક મીટરના અંતર સુધી જ આ ગતિ ટકાવી શકે છે. આ કારણથી તે પ્રથમ શિકારને છુપાઈને લક્ષ્ય કરે છે, અને અમુક અંતરમાં શિકાર આવતાં જ ઝડપથી તેને પકડી પાડે છે. ચિત્તો મોટા ભાગે દિવસે શિકાર કરે છે. આફ્રિકાનાં જંગલોમાં ક્યારેક નાનાં ટોળાંમાં શિકાર કરે છે. નાનાં હરણાં, સસલાં જેવાં પ્રાણીઓનો પીછો કરી તેમનો શિકાર કરે છે. ક્યારેક તેણે કરેલો શિકાર સિંહ, દીપડા કે જરખ પડાવી પણ લે છે. ઝિમ્બાબ્વે(આફ્રિકાનો)નો ચિત્તો કિંગ ચિત્તા(અ. યિડ્ઢ)થી ઓળખાય છે. એક જમાનામાં ચિત્તા આફ્રિકાના ઘાસિયા પ્રદેશોમાં, મધ્ય અને દક્ષિણ એશિયા તથા ભારતમાં પણ જોવા મળતા હતા. હાલમાં ચિત્તા માત્ર મધ્ય અને પૂર્વ આફ્રિકા તથા ઈરાનમાં જોવા મળે છે.

  • આગામી પાંચ વર્ષમાં ચિત્તાની સંખ્યા 50 સુધી પહોંચવાની અપેક્ષા છે

ભારતને એક સમયે એશિયાટિક ચિત્તાઓનું ઘર માનવામાં આવતું હતું. તેમની સંખ્યા એટલી મોટી હતી કે તેમનો શિકાર કરવો એ રાજવીઓનો શોખ બની ગયો. આ શોખને કારણે ચિત્તા લુપ્ત થઈ ગયા. રાજાઓના આ શોખને કારણે દેશમાં છેલ્લી ચિત્તા હાલના છત્તીસગઢમાં મારવામાં આવી હતી. ત્યારબાદ તેને 1952માં લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. ચિતા પ્રોજેક્ટ હેઠળ આગામી 5 વર્ષમાં ચિત્તાઓની સંખ્યા વધારીને 50 કરવાની યોજના છે.

  • ચિત્તાઓને 30 દિવસ ક્વોરન્ટાઇન રખાશે

કુનો પહોંચ્યા બાદ ચિત્તાઓને 30 દિવસ સુધી એક વાડામાં રાખવામાં આવશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. ત્યાર બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે. ઈકોલોજિકલ બેલેન્સ જાળવી રાખવા માટે ઓછામાં ઓછા 25-30 ચિત્તા હોવા જરૂરી છે માટે 5 વર્ષમાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી વધુ કેટલાક ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.

  • 1952માં ભારત સરકારે ચિત્તાને વિલુપ્ત જાહેર કર્યા

અંગ્રેજી સરકારના અધિકારીઓ તથા ભારતના રાજાઓ દ્વારા કરવામાં આવેલા શિકારથી 19મી સદીમાં તેની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો. અંતે 1952માં ભારત સરકારે સત્તાવાર રીતે દેશમાં ચિતાને વિલુપ્ત જાહેર કરી દીધા.

  • દુનિયામાં માત્ર 7000 ચિત્તા જ છે

નોંધનીય છે કે દુનિયામાં માત્ર 7000 ચિતા છે અને તેમાંથી મોટા ભાગના આફ્રિકામાં જોવા મળે છે. ઇન્ટરનેશનલ નોટ-ફોર-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ચિતા કંજર્વેશન ફંડ (ઈઈઋ) નું હેડક્વાર્ટર નામીબિયામાં છે અને આ સંસ્થા ચિતાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. નામીબિયાની સાથે ભારત સરકારે આ વર્ષે 20 જુલાઈએ ચિતા રીઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ હેઠળ આઠ ચિતા લાવવાનો કરાર થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.