પાકિસ્તાનની ટીમ આઇસીસી વર્લ્ડ કપ 2023 રમવા ભારત પહોંચી છે. બુધવારે રાત્રે પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને વીઝા મોડા મળતા ભારત યાત્રામાં મોડું થયું છે. પાકિસ્તાનની ટીમ વોર્મઅપ મેચ પહેલા દુબઈમાં બે દિવસીય ટીમ બોન્ડિંગ સત્રનું આયોજન કરવાનું હતું
આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે
પરંતુ ભારતીય વીઝા પર અનિશ્ચિતતાને કારણે દુબઈનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.ભારતે 25 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટીમને વીઝા આપ્યા હતા. જે માટે પાકિસ્તાને ભારે મહેનત કરવી પડી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઇસીસીને ફરિયાદ કરી હતી કે ભારતે તમામ ટીમને વીઝા આપ્યા છે પરંતુ પાકિસ્તાનને હજુ સુધી વીઝા નથી મળ્યા. જો કે તે બાદ ભારતે પાકિસ્તાનને વીઝા આપ્યા હતા.
ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામે વોર્મઅપ મેચ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 18 ખેલાડીઓને 13 સપોર્ટ સ્ટાફની સાથે ભારત આવી છે. પાકિસ્તાનની ટીમનો પહેલી વોર્મઅપ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 29 સપ્ટેમ્બરે રમાશે. બીજી વોર્મઅપ મેચ 4 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે થશે. પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાં પોતાની પહેલી મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ વિરુદ્ધ રમશે.
14 ઓક્ટોબરે રોમાંચક મુકાબલો
વિશ્વકપનો પ્રારંભ 5 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. વિશ્વકપની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. તો ભારત અને પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ફેન્સમાં ઘણો જ રોમાંચ જોવા મળી રહ્યો છે.