- 1972 બાદ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી
ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. એસ્ટ્રો ટર્ફ હોકીમાં ઓલિમ્પિકમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના સાતમા દિવસે ભારતે ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. 1972 બાદ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. ભારતીય ડિફેન્સે છેલ્લી પાંચ મિનિટમાં જબરદસ્ત સંયમ દર્શાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સ્ટ્રાઈકરોને કોઈ તક આપી ન હતી અને આ સાથે આ મેચ ભારતીય હોકીના સુવર્ણ ઈતિહાસમાં નોંધાઈ ગઈ હતી. પ્રથમ ક્વાર્ટરથી મેચમાં ભારતનો દબદબો જારી રહ્યો હતો. અભિષેકે 12મી મિનિટે ભારતનો પહેલો ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 13મી અને 32મી મિનિટે સ્કોર 3-0 કર્યો હતો, ઓસ્ટ્રેલિયા તરફથી ક્રેગ થોમસ (25 મિનિટ) અને બ્લેક ગોવર્સ (55 મિનિટ) દ્વારા બે ગોલ કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે ભારતીય ટીમ પૂલ તબક્કામાં ત્રણ જીત, એક ડ્રો અને એક હાર સાથે બેલ્જિયમ પાછળ બીજા સ્થાને રહી અને ક્વાર્ટર ફાઇનલમાં પૂલ એમાંથી ત્રીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે. જણાવી દઈએ કે, ભારતે છેલ્લે 1972ની મ્યુનિક ગેમ્સમાં ઓલિમ્પિકમાં પુરુષોની હોકીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. સિડની ઓલિમ્પિક 2000માં ઓસ્ટ્રેલિયા સાથે ગ્રુપ મેચ 2-2થી ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ગ્રુપ મેચમાં ભારત સામે 7-1થી જીત નોંધાવી હતી. દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ 2010ની ફાઇનલમાં 8-0થી હાર અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં 7-0થી હાર બાદ આ જીતથી ભારતીય હોકી ચાહકોના ઘા રૂઝાયા હશે. આ મેચ પહેલા, ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે 11માંથી માત્ર ત્રણ મેચ જીતી હતી (1960 રોમ ક્વાર્ટર ફાઈનલ, 1964 ટોક્યો સેમિફાઈનલ અને 1972 મ્યુનિક ગ્રુપ મેચ) જ્યારે ઓસ્ટ્રેલિયાએ છમાં જીત મેળવી હતી અને બે મેચ ડ્રો કરી હતી.
સેન મેડલ જીતવાના ‘લક્ષ્ય’થી માત્ર એક જીત દૂર
ભારતીય શટલર લક્ષ્ય સેને શુક્રવારે ઇતિહાસ રચ્યો. તેમણે પુરુષ એકલ ક્વાર્ટર ફાઇનલમાં ચાઉ ટીએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો. આની સાથે જ સેન ઓલિમ્પિક્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલના સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શટલર બની ગયા છે. પ્રથમ સેટ હાર્યા બાદ લક્ષ્યે જોરદાર વાપસી કરી અને ચાઉ ટીએન ચેનને વાપસીનો કોઈ મોકો આપ્યો નહીં. પ્રથમ સેટની શરૂઆતમાં લક્ષ્ય સેન અને તાઈપેના ચાઉ ટીએન ચેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. એક સમયે બંને એથ્લીટ બરાબરીમાં હતા અને સ્કોર 9-9 હતો. ત્યારબાદ ચાઉ ટીએન ચેને લીડ બનાવવાનું શરૂ કર્યું અને તેમણે સેનને વાપસીના વધુ મોકા આપ્યા નહીં. જોકે, લીડ બનાવ્યા બાદ ચાઉ ટીએન ચેને કેટલીક ભૂલો કરી જેનાથી સેને સ્કોર 15-15 સુધી પહોંચાડ્યો.લક્ષ્ય સેને પોતાના દિમાગનો પૂરો ઉપયોગ કર્યો અને લીડ બનાવવાનું શરૂ કરી દીધું. એક સમયે સેન 17-15થી આગળ હતા. અહીંથી બંને વચ્ચે કાંટાની લડાઈ જોવા મળતી રહી અને સ્કોર 18-18ની બરાબરી પર પહોંચી ગયો. ત્યારબાદ ચાઉ ટીએન ચેને લીડ બનાવી અને 21-19થી પ્રથમ સેટ પોતાના નામે કર્યો. ત્રીજા સેટની શરૂઆતથી જ બંને ખેલાડીઓએ જોરદાર પ્રહાર શરૂ કર્યા. બંને એકબીજા પર ભારે પડતા દેખાઈ રહ્યા હતા. જોકે, જેમ જેમ મેચ આગળ વધી તેમ સેનની પકડ મજબૂત થતી ગઈ. ત્રીજા સેટમાં પાછળ પડ્યા બાદ ચાઉ ટીએન ચેને વાપસીનો પ્રયાસ કર્યો. જોકે, લક્ષ્ય સેને તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું અને 21-12થી આ સેટ પોતાના નામે કર્યો.
- પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ
- શૂટિંગ મહિલા સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 1 – રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ – બપોરે 12:30 કલાકે
- પુરુષોની સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 2 – અનંતજીત સિંહ નરુકા – બપોરે 12:30
- મહિલાઓની 25 મીટર પિસ્તોલ ફાઇનલ – મનુ ભાકર – બપોરે 1:00 વાગ્યે
- મેન્સ સ્કીટ ફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) – સાંજે 7:00.
- ગોલ્ફ મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3 – શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર – બપોરે 12:30 કલાકે
- તીરંદાજી મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 – દીપિકા કુમારી વિ મિશેલ ક્રોપેન બપોરે – 1:52
- મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 – ભજન કૌર વિ ડાયનંદા ચોઇરુનિસા બપોરે 2:05 પીએમ
- મહિલાઓની વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલ્સ (ક્વાલિફિકેશનના આધારે) – સાંજે 4:30
- મહિલાઓની વ્યક્તિગત સેમિફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) – સાંજે 5:22
- મહિલાઓની વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મેચ (ક્વાલિફિકેશનના આધારે) – સાંજે 6:03
- મહિલાઓની વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેચ (- સાંજે 6:16.
- નૌકાયાન- પુરુષોની ડીંગી રેસ 5 – વિષ્ણુ સરવણન – બપોરે 3:45 કલાકે
- પુરુષોની ડીંગી રેસ 6 – વિષ્ણુ સરવણન – રેસ 5 પછી મહિલાઓની ડીંગી રેસ 4 – નેત્રા કુમાનન – બપોરે 3:35 કલાકે
- મહિલાઓની ડીંગી રેસ 5 – નેત્રા કુમાનન – રેસ 4 પછી મહિલાઓની ડીંગી રેસ 6 – નેત્રા કુમાનન – રેસ 5 પછ
- બોક્સિંગ પુરુષોની 71 કિગ્રા ક્વાર્ટર-ફાઇનલ – નિશાંત દેવ વિ માર્કો અલોન્સો વર્ડે અલ્વારેઝ – બપોરે 12:18 (4 ઓગસ્ટ)
મનુ ભાકરે ફરી ફાઇનલમાં જગ્યા બનાવી: ગોલ્ડ મેડલની આશા
મનુ ભાકરે એક વાર ફરી કમાલ કરી છે. તેમણે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. મનુ મહિલાઓની પિસ્તોલ ઈવેન્ટમાં બીજા સ્થાને રહી. તેમણે કુલ 590 સ્કોર કર્યો. મનુએ પ્રિસિઝનમાં 97, 98 અને 99 સ્કોર કર્યો હતો. આમાં તેમનો કુલ સ્કોર 294 હતો. જ્યારે રેપિડમાં 100, 98 અને 98 સ્કોર કર્યો. આમાં કુલ 296 રહ્યો. હવે મનુ પાસેથી દેશને ગોલ્ડ મેડલની આશા છે. જો મનુ ભાકર આ મેડલ જીતી જશે તો આ ઓલિમ્પિકમાં તેના માટે ત્રીજું મેડલ હશે. આ પહેલા તે બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.આ પહેલા મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુની સાથે સરબજોત સિંહ તેની ટીમમાં સામેલ હતો. આઝાદી પછી મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં મુન ભાકર અને સરબજોત સિંહની જોડી બ્રોન્ઝ મેડલ માટે કોરિયાની વોન્હો અને ઓહ યે જિનની જોડી સામે ટકરાયા હતા. ભારતીય જોડીએ 16-10ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી.