- બોફોર્સ કેસ રિ -ઓપન કરવાની સીબીઆઇની તજવીજ, કેસના ચશ્મ દીદ ગવાહ માઇકલ હર્ષમેન સમગ્ર કેસમાં સત્ય ઉજાગર કરવા સહકાર આપવા તૈયાર
- બોફોર્સ કેસમાં વારંવાર રાજકીય દબાણના કારણે આવેલા ઉતાર ચડાઉમાં ક્યાંક કાચું કપાયાની આશંકા આજે પણ યથાવત
- બોફોર્સ કાંડ બાદ ચૂંટણી હારી ગયેલી કોંગ્રેસની વિદાય પછી વીપીસીંહે ભાજપ અને સાથી પક્ષની મદદથી સરકાર રચી એક વર્ષ શાસન ચલાવ્યું હતું
- બોફોર્સ કેસ ફરીથી ઓપન કરવા સીબીઆઇની કવાયત રાજકારણમાં હલચલ લાવશે
ભારતના રાજધ્વારી ઇતિહાસમાં ભારે ગાજલા અને તત્કાલીન સરકારને સત્તા પરથી હટવા માટે મજબૂર કરનાર 37 વર્ષ જૂનું બોફોર્સ કેસનું ભૂત બેઠો થાય અને આ કાર્ડ જાડે કે પૂરું થવાનો જ ન હોય તેવી રીતે બપોર્સ લાજ કેસમાં દરેકને છોડવાના હાઇકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયેલો એક કેસ પેન્ડિંગ છે સીબીઆઇએ નિર્દેશ આપ્યો છે કે ખાનગી તપાસની માઈકલ હર્ષ મેને ની તપાસ જરૂરી બની છે આ વ્યક્તિને 1987માં વિપીસિંગ દ્વારા આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું અને એજન્સીને નવી વિગતો માટે મદદરૂપ થાય તેવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ફરીથી મુશ્કેલી સર્જાય તેવી સ્થિતી ઉભી થઈ છે,
બોફોર્સ લાંચ કાંડ ના કારણે 37વર્ષ પહેલાં કોંગ્રેસને ચૂંટણીમાં પરાજય નું મોઢું જોવું પડ્યું હતું અને દિવસો સુધી નહીં પણ મહિનાઓ સુધી સમાચાર માધ્યમોમાં આ પ્રકરણ ચગતું રહ્યું હતું જાણે કે હજુ આ પ્રકરણ પૂર્ણ થવાનું નામ લેતું ન હોય તેમ ફરીથી તેનું ભૂત ધુણ્યું છે
રેડિયોના એ જમાનામાં સ્વીડન રેડિયોએ 16એપ્રિલ 1987ના રોજ અહેવાલમાં સ્વીડનની હથિયાર બનાવતી કંપનીએ 155મીમી તોપ ભારતના સરક્ષણ વિભાગને વેચવા માટે મોટી લાંચ ચૂકવી હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો .
આ કેસ ફરીથી બેઠું થાય તેવી શક્યતા ઊભી થઈ છે સીબીઆઈ કેસને ફરીથી ખોલશે અને ખાનગી તપાસ કરતા માઈકલને આ કેસમાં સામેલ કરવાના પ્રયત્નો એ ભારતના રાજકારણમાં ફરીથી હલચલ મચાવી દીધી છેસ્વીડન રેડિયોએ 22 જાન્યુઆરી 1990 ના રોજ ભારતમાં નોંધાયેલા કેસનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને 2011માં આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો બોફોર્સ કેસ ફરીથી જીવંત થવાની શક્યતા વચ્ચે આ કેસની પુષ્ટભૂમિ જોઈએ તો 2017માં વર્લ્ડ એસો ઓફ ડિટેક્ટિવ ની ત્રણ દિવસીય પરિષદમાં ભારતની મુલાકાત લેનાર હર્ષમેનને નાણાકીય ભ્રષ્ટાચારની તપાસ માટે તત્કાલીન નાણામંત્રી સિંહ દ્વારા 1987 માં તેના જ કરવામાં આવ્યા હતા. તેમની ભારત ના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની જાણ વિના નિમણૂક કરવામાં આવી હતી નાણાકીય ભ્રષ્ટાચાર ના વ્યવહારોની તપાસ કરતી વખતે હર્ષમેનને સંરક્ષણ સો દામા લાંચ નો વહીવટ થયો હોવાનો અણસાર આવ્યો હતોવીપી સિંઘ રાજીવ ગાંધી સરકારમાંથી છૂટા પડ્યા બાદ હર્ષ મેનને રાજકીય કારણોસર નોકરી પર રાખવામાં આવ્યા હોવાનું ફલિત થયું હતું જ્યારે રાજીવ ગાંધીને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઇન્ટરનેશનલ બીસીસીઆઈને તપાસના સામસામા લીધી હતી અને આ ધમાલમાં હર્ષ મેનની તપાસ આટોપાઈ ગઈ હતી
હર્ષમેને વટાણા વેરી નાખ્યા હતા કે તેમની તપાસમાં મોન્ટ બ્લોક નામના એકાઉન્ટ વિશે માહિતી મળી હતી જેમાં 1.5 મિલિયન ડોલર થી વધુ નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતુંબોફોર્સ કેસમાં સામેલ મોટાભાગના લોકો અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે 1991 માં રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી એ બી બોફોર્સના તત્કાલીન વડા માર્ટિન આલ્ડો નું જુલાઈ 2004માં અવસાન થયું હતું અને કટકી ખાવામાં સામેલ હોવાનું મનાતા કવોટ્રોચી નું જુલાઈ 2013માં અવસાન થયું હતું સીબીઆઇ દ્વારા ભાજપના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેર તપાસ દિમાગ સાથે હર્ષમેન એજન્સીને સહકાર આપવા માટે આ કેસ ફરીથી ખોલવા ની તરફેણ કરી રહી છે સીબીઆઇ નું કહેવાનું છે કે હર્ષ મેન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ટૂંક સમયમાં જ યુનાઈટેડ સ્ટેટને વિનંતી કરવામાં આવશે જેનાથી કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવાર ને ફરીથી મુશ્કેલીમાં મુકાવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે
માઇકલ હર્ષ મેન પર કેસનો દારોમદાર
માઈકલ હર્ષ મેન પારદર્શિતા જવાબદારી નિષ્ઠા અને સુરક્ષાને લગતી બાબતોના આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નિષ્ણાત છે તે અમેરિકા મિલેટ્રી ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા છે અને આંતકવાદ વિરોધી વિશેષતા ધરાવતા હર્ષ મેને 1960 ના દાયકામાં યુરોપમાં ગુપ્તચર અને તપાસમાં કાર્ય કરતી શરૂ કરી હતી લશ્કરની નોકરી છોડ્યા પછી ન્યૂયોર્ક સ્પેશિયલ કરપ્શન ઓફિસ માં કામ કર્યું આર્થિક કૌભાંડ છેતરપિંડી કેસમાં તેમણે ખૂબ જ સારું નામ કાઢ્યું છે ભારતમાં ભ્રષ્ટાચાર અંગે વી પી સિંહ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી હસ્મીન નું કેવું છે કે આ પ્રકરણમાં ત્રણ દાયકામાં જે રીતે કેસમાં રાજકીય દબાણ થી ઉથલપાથલ કરવામાં આવી તેનાથી સત્ય દબાઈ ગયું છે અને તેની સાચી તપાસ થવી જોઈએ આ કેસમાં તેમની જાનનું જોખમ પણ ઊભું થઈ ગયું હતું. શિકાગો અને ઇંગ્લેન્ડમાં હુમલા પણ થયા હતા. હવે હવે આ પ્રકરણમાં તે નિર્ણયક સાબિત થશે
હર્ષમેનને હજુ બફોર્સ કેસમાં સત્ય ઉજાગર થાય તેની આશા
હર્શમેન ભારત આવ્યા તેના લગભગ અડધા દાયકા પહેલા, બોફોર્સ કેસની તપાસ થઈ રહી હતી ત્યારે સ્વીડનના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા સ્ટેન લિન્ડસ્ટ્રોમે ખુલાસો કર્યો હતો કે ભારતમાં પ્રકાશિત થતા તમામ તપાસ સંબંધિત સમાચાર લેખોનો મુખ્ય સ્ત્રોત તેઓ હતા. તેણે પણ ઇન્ટરવ્યુ આપીને કહ્યું હતું કે જો જરૂરી હોય તો, તે એજન્સીઓને મદદ કરવા અથવા કેસમાં ભારતની કોર્ટમાં રજૂ કરવા તૈયાર છે – જોકે સ્વીડનથી (તેમની ઉંમરને કારણે). જ્યારે તેમણે કેસમાં આરોપી તરીકે રાજીવ ગાંધીના નામનો ખાસ ઉલ્લેખ કર્યો ન હતો, ત્યારે તેમણે અર્ડબોની કેટલીક નોંધોનો ઉલ્લેખ કર્યો હતો જેની તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આડકતરી રીતે ગાંધીની ભૂમિકા તરફ ધ્યાન દોર્યું હતું.
બોફોર્સ કાંડના કારણે કોંગ્રેસના ચૂંટણીમાં પરાજય કેવી રીતે થયો
બોફોર્સ કાંડ માં સવી ડીસ કંપની સાથે સંરક્ષણ સોદા કરવા અંગેની વાતચીત ક્યારે શરૂ થઈ શું તે 1984માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વખતે થઈ હતી અથવા રાજીવ ગાંધીએ સત્તા સંભાળ્યા બાદ આ વાત શરૂ થઈ હતી તેનું કોઈ પ્રમાણ મળતું નથી પરંતુ રાજીવ ગાંધીના નેતૃત્વમાં આ વાટાઘાટો આગળ ચાલી હતી આ શોધો 2000 કરોડથી વધુ ન હતો અને છેલ્લે 1400 કરોડ માં સોદો થયો હતો 400તોપ મોકલવાનું આ શોધો સ્વીસ કંપનીનો સૌથી મોટો સોદો હતો આ મુદ્દો કોંગ્રેસના વિરોધીઓએ ભારે આક્રમકતાથી ચગાવ્યો હતો અને અંતે કોંગ્રેસના પરાજયનું કારણ બફોર્સ બની હતી આસોદો 24 માર્ચ 1987 ના રોજ થયો હતો ત્રણ અઠવાડિયા પછી સીદીસ રેડિયોએ ડેજેન્સ એકો ના માધ્યમથી સુદામા લાંચ ચૂકવાયાનું આક્ષેપ્ટ કર્યો હતો આ સ્ટોરી બોફોર્સના ભૂતપૂર્વક કર્મચારી ની કબુલાતના આધારે કરવામાં આવી હતી આ કૌભાંડે કોંગ્રેસ સરકારને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી અને આ મામલે વી પી સિંહ ને રાજીનામું આપવું પડ્યું હતું અને 1989 માં કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં પરાજય નું મોઢું ધોવું પડ્યું હતું. પી.પી.સી એ કોંગ્રેસમાંથી નીકળીને જનતા દળ નામની નવી પાર્ટી શરૂ કરી અને સત્તામાં આવ્યા હતા. બીબીસીને સત્તા માટે ભાજપ અને ભારતીય સામ્યવાદી પક્ષનો ટેકો મળ્યો હતો. જોકે આ મિલી જુલી સરકાર એક વર્ષ જ ટકી હતી.સીબીઆઇએ જાન્યુઆરી 90 માં યુપીસીના વહીવટી તંત્ર હેઠળ 64 કરોડ રૂપિયાની ચુકવણીનો આક્ષેપ કર્યો હતો પરંતુ પ્રથમ ચાર્જશીટ દસ વર્ષ પછી 1999 માં ભાજપની અટલ બિહારી વાજપાઈ સરકાર સત્તામાં આવી ત્યાર પછી દાખલ કરવામાં આવી હતી એક વર્ષ પછી પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ચાર સીટમાં જેમના નામ હતા તેમાં રાજીવ ગાંધી માર્ટીન અરબો ઓટવિયા ક્વોટરોચી સંરક્ષણ સચિવ એસ કે ભટનાગર શ્રીચંદ્ર પ્રકાશ ગોપીચંદ હિન્દુજા સહિતના ત્રણે ઉદ્યોગપતિઓને નામ દાખલ કરાયા હતા
સીબીઆઇ ને ચાર જાન્યુઆરી2004 માં પ્રથમ આંચકો લાગ્યો બોફોર્સ કેસમાં રાજીવ ગાંધી અને ભટનાગરને ચાર ફેબ્રુઆરી 2004માં દિલ્હી હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા જસ્ટિસ જેડી કપૂરે ચુકાદો સંભળાવતા કહ્યું કે કોઈપણ સરકારી કર્મચારી કે વ્યક્તિ સામે ભ્રષ્ટાચારનો કેસ કરી શકાય નહીં કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે ભ્રષ્ટાચારના કૃતિઓમાં હિન્દુજા બંધુઓની સંગ્રહની દર્શાવતા કોઈ પુરાવા નથી 2005 માં દિલ્હી હાઈકોર્ટના જજ આ રસોઢિયે હિન્દુજા બંધુઓને બોફોર્સ કેસ માંથી મુક્ત કરી દીધા હતા, એક પણ ચુકાદા અને સુપ્રીમમાં પડકારવામાં આવ્યા ન હતા ,જોકે ભાજપના નેતા અજય અગ્રવાલ એ હાઇકોર્ટના આદેશોની સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસ હજુ પણ સુપ્રીમમાં પેન્ડિંગ છે 2011માં સ્પેશ્યલ સીબીઆઇ ક્વોટ્રોચી પણ છોડી મૂક્યા હતા 2017 થી ભાજપ સરકાર સત્તામાં છે ત્યારે સીબીઆઇ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાઓને પડકારવાનું નક્કી કર્યું હતુંહર્ષ બેનના ઇન્ટરવ્યૂથી સીબીઆઈ એ કેસ રી ઓપન કરવાની હમ લીધી એટર્ની જનરલ આર વેક્કટ રામાણીએ સીબી આઈને સુપ્રીમ કોર્ટમાં જવા સલાહ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે ભૂતકાળમાં કેસરી ઓપન કરવાની સીબીઆઇની અરજી ફગાવી દેવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે જ્યારે પણ અગ્રવાલ ની અરજી પર સુનાવણી કરવામાં આવી ત્યારે એજન્સીને તેના મુદ્દા ઉઠાવવાને મંજૂરી આપી હતી