દાયકાઓથી કનેકશન માટે વલખા ખેડુતોને હાઈકોર્ટમાં ન્યાય અપાવતા ધારાશાસ્ત્રી નબીલ બ્લોચ કે.સી. વ્યાસ
ખેડુતો માટે ખેડ, ખેતર નેપાણી આજીવીકા ગણાય ત્યારે ગીરના જોખીયા ગામના ખેડુતોને સિંચાઈ માટે જરૂરી પાણી માટે વીજ કનેકશન માટે 20 વર્ષ વલખા માર્યા પછી અંતે રાજકોટના ધારાશાસ્ત્રી કે.સી. વ્યાસ અને નબીલભાઈ બ્લોચે હાઈકોર્ટ મારફત વીજ કનેકશનની મંજુરી અપાવતા ખેડુતોના જીવનમાં રોશની આવી છે.
ગીરના જંગલ વિસ્તારમાં અસંખ્ય નાના નાના ખેડૂતોની ખેતીની સેટલમેન્ટની જમીન પર ખેડૂત જે ખેતી કરે તે પાકની આવક પર જ તેનું જીવન નિર્ભર હોય છે. ખેડૂત આ જમીનનું વેચાણ કે કુલમુખત્યાર નિમિને અન્ય કોઈ કામગીરી કરી શકતા નથી આવી ખેતીની જમીન પર ખેતીવાડીનું વીજ કનૈક્શન મેળવવા માટે ગીરના ઝાખીયા ગામના રાણાભાઈ જાદવ સહિત નવ નાના ખેડૂતોએ વીજ કચેરી ખાતે આશરે વીસ વર્ષ જેટલા સમયગાળા થી લાઈટ કનેક્શન મેળવવા અરજી આપેલ અન્ય ખેડૂતોને જો વીજ કનેક્શન જોઈતું હોય તો વીજ કચેરી દ્વારા તેનો મામુલી નિયત ચાર્જ વસૂલી કનેક્શન ફાળવવામાં આવે છે.
જાખિયા ગામના સરદાર ખેડૂતોએ છેક 20 વર્ષ જેટલા લાંબા સમયથી વીજ જોડાણ માટે અરજી કરેલ તે કનેક્શન મેળવવા માટે વીજ કંપની દ્વારા ખેડૂતો પાસે એક પી . ચાર્જ ના નામે તેમના ખેતર સુધી કનેક્શન પહોંચાડવાનો ખર્ચ ભરવાની માંગણી કરવામાં આવતી હતી અને આ રકમ એક ખેડૂત દીઠ આશરે એકાદ લાખ જેટલી થતી હતી અને આ રકમ કોઈ પણ નાનો ખેડૂત ભરવા સક્ષમ ન હતો આથી અંતે થાકીને લાચાર ખેડૂતોએ રાજકોટના એડવોકેટ કે.સી.વ્યાસનો સંપર્ક કરતા કે.સી.વ્યાસે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ નબીલ બ્લોચ સાથે મળી ખેડૂતો વતી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ આ પિટિશન ચાલી જતા વિદ્વાન વકીલે પોતાની ધારદાર દલીલમાં જણાવ્યું કે અગાઉ પણ વીજ કંપનીએ આ મુજબના સેટલમેન્ટના ખેડૂતોને વીજ જોડાણ ફાળવેલ જ છે અમે એ ધારાધોરણ મુજબ નિયત રકમ ચૂકવવા તૈયાર જ છીએ આથી હાઇકોર્ટે અરજદાર ખેડૂતોની માંગણીને વ્યાજબી ઠેરવી વીજ કંપનીને ધારાધોરણ અનુસાર ખેડુતોને વીજ કનેકશન ફાળવવા તેમજ વન વિભાગને પણ જરૂરી ન્યાયીક કામગીરી પુર્ણ કરવા આદેશ આપેલ છે.આ કેસમા ખેડુતો વતી હાઈકોર્ટ નબીલ બ્લોચ તેમજ રાજકોટના જાણીતા એડવોકેટ કે.સી. વ્યાસ રોકાયા હતા.