ધારાસભ્યની સંકલન સમિતીમાં રજુઆત બાદ તંત્ર જાગ્યું
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા મા શાળા કોલેજ મા અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થી ભાઈઓ અને બેન દીકરીઓને આવવા જવા માટે એસ ટી બસ અંગે ની પડતી હોય વિવિધ મુશ્કેલીઓ દુર કરવા માટે એસ ટી બસ સ્ટેશનમા લોક દરબાર યોજાયો.
આ અંગે ધારાસભ્ય શ્રી અમરીશભાઈ દ્વારા એવું જણાવેલ હતું કે રાજુલા વિધાનસભા વિસ્તારમાં 142 જેટલા ગામોમાં એસટીના પ્રશ્નો નું છેલ્લા ઘણા સમયથી કોઈ નિરાકરણ નહીં આવતા આ અંગેનું પ્રશ્ન તાજેતરમાં જિલ્લા સંકલન સમિતિ માં કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરશ્રીને આ અંગે જણાવતા ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રશ્નો હોય જેથી લોક દરબાર જરૂરી હોય કલેકટર દ્વારા આ અંગેની સૂચના આપતા એસટીના ડિવિઝનલ મેનેજર દ્વારા આજરોજ આ એસટી નું લોક દરબાર યોજવામાં આવેલ હતો જેમાં મહદ અંશે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના અપડાઉન સંદર્ભે ના પ્રશ્નોનું લગભગ 70- 80% પ્રશ્નોનું નિરાકરણ આવી ગયેલ છે અને બીજા પ્રશ્નોનું નિરાકરણ પણ તાત્કાલિક આવશે તેવું એસ.ટી.ના ડિવિઝનલ મેનેજર દ્વારા જણાવેલ છે.
શ્રી દેર દ્વારા એવું પણ જણાવેલ છે કે અંદાજે 200 જેટલી વિદ્યાર્થીનીઓ અને અંદાજે 100 જેટલા રાહદારીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો 80 ટકા જેટલું નિરાકાર થઈ જશે તેવું હાજર અધિકારીઓ એ જણાવેલ છે ઉપરાંત કંડકટરો, ડ્રાઇવરો ની ઘટતા વાહનો નો નો પ્રશ્ન છે તેને મે ધ્યાને લીધેલ છે તેમજ 62 જેટલા કાંદક્તરો ની ઘટ છે.જેથી ખૂબ મુશ્કેલ છે જે અંગે હું આગળ રજૂઆત કરીશ તેમજ સમયસર મેન્ટન્સ પણ થાય તે પણ જરુરીબ છે.તેમજ વિદ્યાર્થિની ઓ બસ અંગે પૂછવા જાય ત્યારે વર્તન સારું હોતું નથી તે ખૂબ જ દુ:ખદ બાબત છે.આવા પ્રશ્નો ન બને કારણ કે આપણે પણ બહેન દીકરીઓ ઘરે હોઈ છે તેને ધ્યાને લેવાય .
તેમજ રાજકોટ જુનાગઢ ભાવનગર જેવા શહેરો તરફ થી રાજુલા તરફ આવવા રાત્રી ના 7 વાગ્યા પછી ની નવા રૂટ ની બસ શરૂ કરવીબસ સ્ટેશન મા બંધ પડેલ લાઈટ પંખા ઘડિયાળ શરૂ કરાવવા જીપીએસ સિસ્ટમ અને ફ્રી વાઈ ફાઈ શરૂ કરવા માટે અને લાઈટ માટે હાઈમસ્ટ ટાવર ઊભો કરવો અને જાહેર શૌચાલય ને સાફ રાખવા જેથી બહાર થી ભણવા આવેલ વિધાર્થી ને મુશ્કેલી નો પડે
આ લોક દરબાર મા ધારાસભ્ય અંબરીશ ડેર વિભાગીય નિયામક બી સી જાડેજા વિભાગીય પરિવહન અધિક્ષક વી એસ નથવાણી આસિસસ્ટન્ટ ટ્રાફિક સુપર વાઇજર એસ જી વાળા આસિસ્ટન્ટ સુપર વાઈજર પી કે જોશી ડેપો મેનેજર એન એસ ગઢવી સહિતના અધિકારીઓ અને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા નગર પાલિકા ના ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કર શાળા ના શિક્ષકો સહીત અનેક આગેવાનો આ લોક દરબાર મા ઉપસ્થીત રહેલ હતા