આમ તો અધિકમાસને અશુભ માનવામાં આવે છે, એટલે અધિક માસમાં કોઈ શુભ કાર્ય નથી થતા. ગુજરાતી પંચાંગ પ્રમાણે હજુ શ્રાવણ માસને શરુ થવાને વાર છે પરંતુ ઉત્તર ભારતમાં 4થી જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થયી ગયી છે. બાર જ્યોતિર્લીંગ નું એક એટલે ઉજ્જેનનું મહાકાલેશ્વર શિવલિંગ . અધિકમાસ અને શ્રાવણ માસ સાથે આવવાથી મહાકાલેશ્વર મહાદેવની પાલખી યાત્રામાં પણ ફેરફાર થયો છે. સામાન્ય રીતે શ્રાવણ મહિના દરમિયાન મહાકાલેશ્વર મહાદેવની ચાર વાર પાલખી યાત્રા નીકળે છે, પરંતુ આ વર્ષે અધિકમાસ પણ સાથે હોવાથી મહાદેવની અધિક માસની ચાર શ્રાવણ મહિનાની ચાર અને ભાદરવાની બે પાલખી યાત્રા નીકળવાની છે.
19વર્ષે રચાયેલા સંયોગોથી બે મહિના સુધી ચાલશે શ્રાવણ મહિનો જેનો લાભ ભક્તોને મળશે. મહાક્લેશ્વરની પાલખી યાત્રાના દર્શન કરવા જાણીએ ક્યાં ક્યાં દિવસે યોજાવાની છે પાલખી યાત્રા???
10 જુલાઈ પહેલી પાલખી યાત્રા
17 જુલાઈ બીજી પાલખી યાત્રા
24 જુલાઈ ત્રીજી પાલખી યાત્રા
31 જુલાઈ ચોથી પાલખી યાત્રા
7 ઓગસ્ટ પંચમી પાલખી યાત્રા
14 ઓગસ્ટ છઠ્ઠી પાલખી યાત્રા
21 ઓગસ્ટ સાતમી પાલખી યાત્રા
28 ઓગસ્ટ આઠમી પાલખી યાત્રા
4 સપ્ટેમ્બર નવમી પાલખી યાત્રા
11 સપ્ટેમ્બર છેલ્લી શાહી સવારી
તો થયી જાવ તૈયાર મહાકાલેશ્વરના ભક્તો મહાદેવની પાલખી યાત્રાના દર્શનનો લાભ લેવા.