ભારતભરમાં સાંજે ૬:૩૦ વાગ્યાથી ૭:૩૦ વાગ્યા સુધી અદભૂત નજારો જોઈ શકાશે
નવા વર્ષનાં પ્રથમ માસના અંતમાં એટલે કે ૩૧મી જાન્યુઆરીએ ૧૫૦ વર્ષ બાદ પહેલી વખત બ્લૂમૂન નિહાળી શકાશે બ્લુમૂન એટલે કે એક જ મહિનામાં બે વખત ચંદ્ર નિહાળી શકાશે જે આ વર્ષનું પહેલુ તેમજ અતિદુર્લભ ચંદ્રગ્રહણ રહેશે જયો પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક જ લાઈનમાં સચોટ રીતે ભેગા થાય છે. ત્યારે આ અદભૂત દ્રશ્ય સર્જાય છે. નાસાના જણાવ્યા મુજબ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દરમ્યાન પૃથ્વીના પડછાયાથી સૂર્યકિરણો ઢંકાય જાય છે.
જેને બ્લૂમૂન તરીકે ઓળખવામાં આવે છે. આ નઝારો યુએસ, યુરોપ, રશિયન, એશિયા, હિન્દ મહાસાગર, તેમજ ઓસ્ટ્રેલિયામાં દેખાશે ચંદ્રગ્રહણ દરમ્યાન ઘાંટો લાલ જેવો કેસરીયો ચંદ્ર નજરે પડશે. આ ગ્રહણ ૭૬ મિનિટ સુધી રહેશે. ભારતમાં ચંદ્રગ્રહણ સાંજના સાડા ૬ વાગ્યાથી શરૂ થઈ સાડા સાત વાગ્યા સુધી ૩૧મી જાન્યુઆરીએ રહેશે. ત્યાર મધ્ય દક્ષિણી ભારત અને દક્ષિણી યુરોપમા સુરત ઉગતાની સાથે જ ગ્રહણ દેખાશે. ત્યારે પેસીફીક એશિયાનમાં ચંદ્રગ્રહણ દરમ્યાન મધરાત્રીએ અદભૂત દ્રશ્ય સર્જાશે.
ત્યારે પૂર્વ એશિયા અને મધ્ય સમયે ઈન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સાંજના સમયે ગ્રહણ દેખાશે. જોકે અલાસ્કા, હવાઈ અને નોર્થ વેસ્ટ કેનેડા અતથી ઈતિ સુધી ચંદ્રગ્રહણ જોઈ શકશે. આ ગ્રહણ બાદ હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૮માં ફરી વખત આ નઝારો જોવા મળશે. અને ત્યારબાદ ૩૧ જાન્યુઆરી ૨૦૩૭માં અદભૂત ચંદ્રગ્રહણ નિહાળી શકાશે.