પીપાવાવ ધામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તા ગ્રામજનો દ્વારા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની વિકટર અને ભૂમાફિયાઓ વિરુદ્ધ રાજુલા પ્રાંત કચેરી સામે ઐતિહાસિક ૭૬ દિવસનું જન આંદોલન ચલાવ્યું હતું પરંતુ મહેસૂલ વિભાગના જાડી ચામડીના અધિકારીઓ કંપનીઓ સાથે સાંઠગાંઠ રાખી મંજૂર વર્ગના લોકોને હેરાન પરેશાન કરવા માટે આજદિન સુધી બિનકાયદેસર દબાણોને સંપૂર્ણ પણે દૂર કરવા પગલાં ભર્યા ની અધિકારીઓ કચેરી છોડી દબાણ દૂર કરવાની તસ્દી પણ લેતા ની રાજુલા મામલતદાર ચૌહાણ સાહેબ દ્વારા ૫/૧૦/૨૦૧૮ના રોજ દબાણ દૂર કરવાની લેખિત બાંહેધરી આપતાં પીપાવાવ ધામના ગ્રામજનો માં આશા બંધાણી હતી.
કે મામલતદાર સાહેબ તટસ્થ પણે દબાણો દૂર કરશે પરંતુ મામલતદાર સાહેબ પણ પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી દીધા અને ૧૦ દિવસી વધુ સમય માટે રજા ચાલ્યા ગયા આથી પીપાવાવ ધામના ગામજનો દ્વારા મામલતદાર સાહેબ હાજર થતાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પીપાવાવ ધામના સર્વે નંબરોની જમીનો માંથી બિનકાયદેસર દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જવાબદાર ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો આગામી દિવસોમાં મામલતદાર સાહેબ દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે