ભવિષ્યની પેઢીને અમૂલ્ય સાહિત્ય વારસાનો પરિચય થાય એ હેતુને લક્ષમાં રાખી સુરેન્દ્રનગરમા તા. ૪/૩ થી તા. ૬/૩ સુધી એક પાઇ પણ લીધા વિના રાજદર્શન બંગલા ખાતે ત્રિદિવસીય ચારણી સાહિત્ય સંશોધન સંવાદોત્સવ યોજાનાર છે. સમારોહની વિસ્તૃત માહીતી આપતા સુરેન્દ્રનગરના લોક સાહીત્યકાર અનુભા ગઢવીએ જણાવ્યું કે તા. ૪/૩ ના રવિવારે સવારે ૧૧ કલાકે દિપ પ્રાગટય, સ્વાગત પ્રવચન, બપોરે ૩ થી ૬ પ્રથમ સત્ર જયારે રાત્રે ૯ થી ૧ર સાહિત્યીક ગોષ્ઠી થશે. DSC 1499

તા. ૫/૩ ના સવારે ૯ થી ૧ર વિદ્વાન તજજ્ઞો ૧૦૦ છંદોનું વ્યાકરણ બંધારણ અને છંદો બોલવાની પઘ્ધતિ શીખડાવશે દ્વિતીય સત્ર બપોરના ૩ થી ૬ રાત્રે ૯ થી ૧ર સાહિત્યીક ગોષ્ઠી જેને વી.એસ. ગઢવી અને જીતુદાન ટાપરીયા સંબોધશે.

તા. ૬/૩ ના રોજ સવારે ૯ થી ૧૨.૩૦ સત્ર ત્યારબાદ સમાપન વિધિ સંવાદોત્સવને ગીરધરદાનજી રત્નું (બિકાનેર) જેસલમેરના ભંવરદાનજીવિઠ્ઠ ખાણ (રાજસ્થાન) જેસલ મેરના ભંવરદાનજી વિઠ્ઠ ખાણ (રાજસ્થાન) ના નરપતદાન આશીયા બોટાદના આનંદભાઇ મહેડુ, યશવંતભાઇ લાંબા, જોગીદાન ચડીયા, કવિદાદ, મહેશભાઇ ગઢવી વિ. સંબોધશે. વેરાવળના પૂ. દેવલમાં કાળી પાટના પૂ. પાલુબાપુ વિ. સાધુ, સંતો મહંતો ખાસ ઉ૫સ્થિત રહી આર્શીવચન પાઠવશે.

DSC 1492

દોઢસો વર્ષ પ્રાચીન ડીંગળ, પીંગળ ચારણી સંસ્કૃતિ ને ઉજાગર કરવાના સ્તુવ્ય પ્રયાસને માનસ મર્મજ્ઞ પ.પૂ.શ્રી મોરારીબાપુએ વિદેશથી રાજીપો વ્યકત કર્યો છે.

લોક સાહીત્યકાર અનુભા ગઢવીએ અંતમાં જણાવ્યું કે વધુને વધુ વિઘાર્થી અને જીજ્ઞાષુ સંવાદોત્સવમાં તમામ દિવસો જોડાય એવી અપીલ છે. તેમજ નામ નોંધણી કાર્ય વેગવંતુ છે. સર્વે માટે રહેવા-જમવાની વ્યવસ્થા એકપાઇ લીધા વિના ઉભી કરાઇ છે. હર્ષદસિંહ ઝાલા અને સમગ્ર ચારણ સમાજ સંવાદોત્સવને સફળ બનાવવા ભગીરય પ્રયાસો આદર્યા છે. વિશેષ માહીતી માટે ૯૮૨૫૭ ૧૦૯૪૯ નો સંપર્ક સાધી નામ નોંધણી કરવા જણાવાયું છે.

તજ જ્ઞો વ્યાકરણ બઁધારણ છંદો બોલવાની પઘ્ધતિ શીખડાવશે: વિદ્યાર્થી પાસેથી પાઇ લીધા વીના ભવ્યતાતીત અવસર સર્વો માટે રહેવા- જમવાની અદભુત વ્યવસ્થા લોકસાહિત્યકાર અનુભા ગઢવી અન ચારણો ઓળધોળ

બોટાદના આનંદભાઇ મહેક રાજસ્થાનના ગીરધરદાન ભંવરદાન, નરપતદાન આશીયા સહિત અનેકાનેક વિદ્વાન કવિ, સાહિત્યકારોની રોજ ગોષ્ઠી વેરાવળના પૂ. દેવલમાં, પાલુબાપુ વી. સંતો આર્શીવચન પાઠવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.