સર્વોત્તમ સેવા સંસ્થાન તેમજ કોટેચા પરિવાર આયોજીત કૃષ્ણ કથામાં ભકતો દિન પ્રતિદિન તરબોળ થઇ રહ્યા છે. કથાનું રસપાન ગોસ્વામી પરાગકુમારજી મહોદય કરાવી રહ્યા છે કથાની સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઇ રહ્યાં છે. જેમાં ત્રણ દિવસથી વૃંદાવન મથુરાની વેદપ્રકાશ મંડળી દ્વારા વિવિધ પ્રસંગો ભજવાઇ રહ્યા છે. ગઇકાલે આ મંડળીના ૩પ જેટલા કલાકારોએ કૃષ્ણકથાના આબેહુબ પાત્રો ભજવ્યા હતા અને દાણલીલા (માખણ-મીશ્રી ચોરવાનો) નો પ્રસંગ ભજવ્યો હતો. આવા પ્રસંગો નિહાળી ભાવિકો દિન પ્રતિદિન કૃષ્ણકથામાં રસતરબોળ થઇ રહ્યા છે.
કૃષ્ણકથામાં ભગવાન કૃષ્ણની વિવિધ લીલાઓમાં આગામી કૃષ્ણ વિવાહ અને કંસનો વધ સહીતના પ્રસંગો ભજવાશે જેનો બહોળી સંખ્યામાં ભાવિક ભકતજનોને લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરયો છે.