વિદેશી પંખીના બચ્ચાને ઉછેર કરીને ટ્રેનીંગ આપીને ‘હેન્ડ ટેમ’ કરાય છે
વેકસીનેશન-ન્યુટ્રીશન ફૂડ-પોષક તત્ત્વો સાથે સ્પે.ફૂડ આપીને મોટા કરાય છે
આપણાં ગુજરાતમાં-સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોમાં વિદેશી બર્ડ રાખવાનો ક્રેઝ છેલ્લા દશકામાં વધ્યો છે. એકઝોટીક બર્ડમાં આફ્રિકન ગ્રે-સનકનુર-કાકાટુ-મકાઉ-કાઈટ્-કોકેટીલ્સ લવબર્ડ જેવા વિવિધ પક્ષીઓ બર્ડ લવર્સ રાખે છે.
બર્ડનો ઉચેર કરતાં બ્રીડરો ૩૦ દિવસનાં બચ્ચાને હેન્ડ ફીડીંગ કરીને સતત ત્રણ માસ પુરા જતનથી ઉછેર કરે છે. તેને વર્સેલા લાગા એ-૧૯ ફૂડ સાથે સ્પે.ફૂડ પાવડર, વીટામીન, પોષકતત્ત્વો સાથે મિકસ પાવડર અને વેકસીન પણ કરાવે છે. ચાર-પાંચ માસનાં બચ્ચાનો ભાવ અલગ અલગ બ્રીડવાઈઝ ૨૦ હજારથી શરૂ કરીને ચાર લાખ સુધીના લાખેણા બર્ડ પક્ષીપ્રેમીઓ પોતાના ઘરમાં પાળે છે.
હેન્ડ ફીડીંગ પ્રક્રિયા ખૂબજ મોંઘી છે. ૮૦૦ ગ્રામ ખોરાકનો ભાવ રૂા.૨૧૦૦ છે. જે સતત ચાર માસ સુધી બર્ડને અપાય છે. રાજકોટમાં વિવિધ આઠ બ્રિડરો છે. આ લોકો નાના બચ્ચા ચેન્નાઈ, બેંગલોર, ઉટી કે લોકલમાંથી બચ્ચા ખરીદતાં હોય છે. રાજકોટમાં આફ્રિકન ગ્રે, સનકનુર, કાકાટુ-મકાઉ, કાઈટ્ જેવી અનેક પ્રજાતીના બર્ડ શોખીનો રાખી રહ્યાં છે.
રાજકોટમાં આ બાબતનાં નિષ્ણાંત રણજીત ડોડીયાની શ્રેષ્ઠ બ્રીડરમાં ગણના થાય છે. તેઓ બચ્ચાને ‘હેન્ડ ટેમ’ ટ્રેનીંગ આપીને ગ્રાહકોને-શોખીનોને પુરતા સંતોષ સાથે કાર્યકરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, હેન્ડ ફિડીંગ કરાવતી વખતે સાવચેતી રાખવી પડે છે. કારણ કે, શ્ર્વાસનળી-અન્નનળી બાજુમાં હોવાથી બચ્ચાને મુશ્કેલી ન ઉભી થાય તેની કાળજી સાથે વિવિધ ટ્રેનીંગ પણ સાથે ચાલુ કરવી પડે જેમ કે “હાથ પર બેસાડવું જે પ્રથમ પગથીયું છે. એક બચ્ચાને મોટું કરવામાં બ્રીડરો બાર હજાર રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે.
મોંઘાદાટ બર્ડને ટ્રેનીંગમાં હાથ પર બેસાડવું, વિવિધ અવાજો- માણસ જેવી બોલી તેમજ અલગ અલગ મુવમેન્ટ સાથે આપણી ગુજરાતી બોલી સમજે જેવી તાલિમ આપીને “હેન્ડટેમ બનાવાય છે. બર્ડમાં ‘વાઈલ્ડ’ પણ આવે જેને કશુ જ આવડે નહી. હેન્ડ ટેમ ખુલ્લુ ઘરમાં રહેને વાઈલ્ડને પાંજરામાં રાખવું પડે છે.
બચ્ચાને પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર સાથે ગરમીમાં ઠંડકને ઠંડકમાં ગરમી મળી રહે તેવું હુંફાળુ ‘ર્માં’ જેવું વાતાવરણ આપવું પડે છે. જેની બ્રીડરો બહુ જ કેર લે છે.
આજે મધ્યમ વર્ગથી હાઈકલાસ સુધી બર્ડના શોખ ધરાવતા લોકો શહેરોમાં છે. રાજકોટમાં પણ ક્રેઝ જેટ ઝડપે વધી રહ્યો છે. પહેલી પસંદગી બજરીગર (નાની રંગબેરંગી ચકલીઓ)થી લઈને સાડા ત્રણ ફૂટના મકાઉ પેરોટ સુધીનો ક્રેઝ છે. મકાઉ પોપટ આપણે સરકસમાં જોતા હોઈએ છીએ.
આ અંગેના વિવિધ સેમીનારો રાજકોટ-બરોડા-સુરત-અમદાવાદમાં નિયમીત યોજાય છે. દિલ્હીમાં પેટલવર્સ એસો. કાર્યરત છે. રાજકોટમાં પણ દર મહિને બર્ડસ લવર્સ દર માસે ભેગા થાય છે. આફ્રિકન ગ્રે પોપટ વિશ્ર્વમાં સૌથી બોલતી પ્રજાતીમાં આવે છે. રાજકોટમાં ઘણા બર્ડ લવર્સ પાસે આ બ્રીડ છે. જે માણસ જેવી ભાષા બોલે છે.
રંગબેરંગી ટૂપકડા વિદેશી પંખીઓ રાજકોટમાં પાળવાનો ક્રેઝ છેલ્લા દશકાથી વધ્યો છે. મોટી બ્રીડનાં ‘મકાઉ’ સાથે બોલતા આફ્રિકન ગ્રે પોપટ ઘણા બધા પાસે છે. જે એક રંગીલા રાજકોટની શાન છે. શહેરમાં દર વર્ષે બર્ડ શો પણ યોજાય છે. જેમાં હજારો પરિવારો વિવિધ જાતના વિદેશી પંખીઓ જોવા પધારે છે.
રાજકોટમાં લાખેણા બર્ડ રાખવાનો ક્રેઝ વધ્યો છે: રણજીત ડોડીયા
જાણીતા બ્રીડર રણજીતભાઈ ડોડીયાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગ્રાહકોએ ઓનલાઈન માલ ન મંગાવતા લોકલ પેટ શોપમાંથી લેવો હિતાવહ છે. ઓનલાઈનમાં છેતરાવાના પુરા ચાન્સ રહે છે. ઘણીવાર તો રૂપિયા લઈને માલ મળતો નથી. પુરતુ માર્ગદર્શન મળતું નથી. લોકલ પેટ શોપમાં બધી જ સુવિધા મળવાથી બર્ડ લવરને મુશ્કેલી પડતી નથી. અમારી હેલ્પલાઈન ૯૮૨૪૯ ૦૭૪૩૧ તથા ડોગ-બર્ડ લવર્સ કલબ ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક સાધવો.