હમીંગબર્ડ હોબી સેન્ટરના ઝુમ્બા ટ્રેનીંગ વર્કશોપમાં બેંગ્લોરના ટ્રેઇનરોએ રાજકોટવાસીઓને તાલીમ આપી
ઝુમ્બા ખુબજ પ્રચલિત બની રહ્યું છે, સ્ત્રીઓથી લઈ યુવાનોમાં થતાં ફીટનેસ માટે ઝુમ્બાના તાલે થીરકતા લોકો નજરે પડે તો નવાઈ નહીં, ખૂબજ ઝડપી વિકસેલા વેપાર ઝુમ્બા ટ્રેનિંગનો ક્રેઝ વધી રહ્યો છે. ઝુમ્બા એન્ટર ટેઈનમેન્ટની સાથે હેલ્થ પણ સારી રાખે છે. ત્યારે આવાજ પ્રયત્નના ભાગરૂપે રાજકોટમાં આ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના હમીંગબર્ડ હોબી સેન્ટર ખાતે ઝુમ્બા ફિટનેસ, સ્કેટીંગ, ડ્રોઈંગ તથા નાના-મોટા બાળકો માટેના ટયુશન કલાસીસ ડાન્સ વગેરે જેવી એક્ટિવીટીઝ ચલાવવામાં આવી રહી છે ત્યારે હર્મીંગબર્ડ ઝુમ્બા ફિટનેસ સ્ટુડીયોમાં બેંગ્લોરથી આવેલ ટ્રેનર દ્વારા આફ્રિકન સ્ટાઈલ ‘અફ્રા’ ઉપર ઝુમ્બા ટ્રેનીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો લાભ લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને લીધો હતો.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શુભમ વાગડીયાએ જણાવ્યું હતું કે, હર્મિંગ બર્ડ હોબી સેન્ટરમાં અમે સ્કેટીંગ પણ કરાવીએ છીએ. જેમાં ૩ વર્ષથી શરૂ કરી અને આ ત્રણ મહિનાનો કોર્ષ હોય છે અને એડવાન્સ માટેના સ્ટુડન્ટસ હોય તે ૧૦ વર્ષથીના હોય તેમને ૯ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને તે લોકો શીખી લે છે. અત્યારે ટોટલ ૩૦ બાળકો સ્કેટીંગ શિખવા માટે આવે છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાનના અભિષેકભાઈ એ જણાવ્યું હતું કે અમે વાધર ટ્રસ્ટ નામે એક કલાસીસ ચલાવીએ છીએ. જેમાં જરૂરીયાતમંદ બાળકોને ટોકન ફી રૂપે ૫૦ કે ૧૦૦ રૂપિયા લઈને ટયુશન કરાવીએ છીએ. ધો.૧ થી ૧૦ તથા આ વર્ષે ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ટયુશન કરાવીએ છીએ. અત્યારે કુલ ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને ટયુશન કરાવીએ છીએ. જેના માતા-પિતા ટયુશનથી વધુ ફી ન ભરી શકતા હોય તેવા બાળકોને અહીંયા ભણાવવામાં આવે છે.
અમારૂ ઝુમ્બા આફ્રિકન ફોક ડાન્સ આધારીત: રીંકી શર્મા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન હમીંગ બર્ડ ફિટનેસ સ્ટુડીયોના ઝુમ્બાના જીન રીંકી શર્માએ જણાવ્યું હતું કે, હું ઝુમ્બા તથા પાવર ગરબા કરાવું છું તથા આજે અમે નવું વર્કઆઉટ અફરા વર્ક આઉટ જે આફ્રિકાના ફોક ડાન્સ પર ફિટનેસ ફોમ અને ફોક ડાન્સના સ્ટેપને સાથે જોઈન્ટ કરીને અફરા વર્કઆઉટ કરવામાં આવશે. હું મારા સ્ટુડન્સ માટે દર વખતે નવું લઈ આવું છું ત્યારે આ વખતે અફરા વર્કઆઉટ લઈ આવી છે જે હજુ ભારતમાં લોન્ચ નથી થયું.
અફરા વર્કઆઉટમાં હિપહોપ તથા તેનું મ્યુઝીક ખૂબ અટરેકટીવ કરે છે.
ગમે તેટલું વર્કઆઉટ કર્યું હશે તો ખ્યાલ નહી આવે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ડાન્સનો ક્રેઝ વધ્યો: જયોતિ વિઘનેશ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ટ્રેનર જયોતિ વિધનેશ (જો)એ જણાવ્યું હતું કે, હું મનોહર અને અનીશા પુરા ભારતમાં રોડ ટ્રીપ કરીએ. ઈન્ડિયામાં અત્યારે ઈન્ટરનેશનલ ડાન્સ ફોમનો ક્રેઝ છે. પરંતુ ઈન્ડિયામાં એક હજારથી વધુ ફોક આર્ટ છે. દરેક શહેરમાં એક ડાન્સ ફોમ છે અને તેના વિશે લોકોને જાણકારી નથી હોતી. અમે દરેક શહેરમાં જઈ ફિટનેસ અવેરનેસ ક્રિએટ કરીએ છીએ તથા તેની લોકલ ફોક આર્ટ પર ડોકયુમેન્ટ્રી બનાવીએ છીએ.
અમે લોકો રાજકોટમાં આવ્યા અને અહીં આવીને ખુબ જ આનંદ થયો અને ૪ સ્કૂલમાં તથા ૫ જીમમાં વર્કશોપ કર્યો અને અહીંયા બધા જ ખૂબ જ ઉત્સાહી છે. શિખવા માટે જીમ ફિટનેશ આજકાલ આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે, અત્યારે ભાગદોડ વધી ગઈ છે. તેથી સ્ટ્રેસ લેવલ વધી જતું હોય તો સ્ટ્રેસ લેવલને ઓછું કરવા માટે ઝુમ્બા જરૂરી છે.
આફ્રિકન સ્ટાઈલ ઝુમ્બામાં સૌ કોઈ ઉત્સાહપૂર્વક જોડાયા: રીટા મહેતા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન હમિંગ બર્ડના રીટાબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે ઝુમ્બા, સ્કેટીંગ ડાન્સ વગેરે કરાવવામાં આવે છે ત્યારે અમારા ફીટનેસ સ્ટુડીઓના જીન રીંકી શર્મા દર વખતે કાંઈક નવું લાવતા હોય છે ત્યારે બેંગ્લોરથી આવેલ ટ્રેનર આફ્રિકન સ્ટાઈલના ઝુમ્બા કરાવવા આવ્યા છે તેના માટેના વર્કશોપનું આયોજન કર્યું છે અને અમારા બધા જ સ્ટુડન્ટ ખૂબ જ ઉત્સાહી જોવા મળી રહ્યાં છે. અમારી વિવિધ પ્રવૃતિઓમાં બહોળી સંખ્યામાં બાળકો આવે છે અને નવું નવું શીખે છે.