આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની તા.૨૬મી સુધી ચાલનારી બેઠકમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્િિત: વિકાસશીલ આફ્રિકામાં ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ તા સિરામીક, પ્લાસ્ટિક, મસાલા, ખેતીના સાધનો અને ઓટો પાર્ટ્સનું વીશાળ બજાર: વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવાઓ અને પ્રવાસન માટે વિપુલ તકો.
મહાત્મા મંદિર ખાતે આજી તા.૨૬ સુધી આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્ક (એએફડીબી)ની વાર્ષિક બેઠક મળશે. આફ્રિકન દેશોમાં ગુજરાતના, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વેપારીઓ આયાત-નિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે કરોડોનું ટર્નઓવર કરે છે. ત્યારે આ બેઠકી આફ્રિકા સોનો વેપાર બે ગણો વધીને ૬ લાખ કરોડ પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ દેશ-વિદેશમાં વેપાર-વાણિજ્ય પ્રસરાવવા પ્રખ્યાત છે. ખાસ કરીને આફ્રિકા ખંડના દેશોમાં સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ વેપાર કરવા માટે બહોળી નામના ધરાવે છે. આફ્રિકામાં ક્ધસ્ટ્રકશન, સુગર અને સિમેન્ટ કંપનીઓ ગુજરાતીઓએ સપી છે.
આફ્રિકા વિકાસશીલ હોવાી ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ, સીરામીકસ, પ્લાસ્ટિક, મસાલા, ખેતીના સાધનો, ઓટો પાર્ટ્સ માટે વીશાળ બજાર મળી રહે છે. ગુજરાતમાં કઠોળ, સિસમ, ટીમ્બરની ભારે માત્રામાં આયાત ાય છે. આફ્રિકાની ખાણમાંી નીકળતા હીરા સુરતમાં ઘસાય છે. આંકડા મુજબ આફ્રિકન દેશોમાં ૮૦૦૦ કરોડની ફાર્મા પ્રોડક્ટની નિકાસ ાય છે. આ નિકાસ દર વર્ષે ૮ ી ૧૦ ટકાના દરે વધી રહી છે. વર્ષ ૨૦૧૭ના નાણાકીય વર્ષમાં રૂ.૧૧૯૦ કરોડના ઘઉં, મગફળી, ડુંગળી, ડેરી પ્રોડક્ટ અને ફળોની નિકાસ ઈ હતી. આ જ સમયગાળામાં આફ્રિકાી લાકડા અને લાકડાની વસ્તુઓની આયાત ઈ હતી.
વર્ષ ૨૦૦૫-૦૬માં ભારત અને આફ્રિકા વચ્ચેનો વ્યાપાર ૬૦ હજાર કરોડનો હતો. જે વર્ષ ૨૦૧૫-૧૬માં વધીને ૩ લાખ કરોડ પહોંચ્યો હતો. હવે ૨૦૧૮ સુધીમાં આફ્રિકા સોનો વેપાર ૬ લાખ કારોડે પહોંચશે તેવી આશા આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના પ્રમુખ અકીન્વુમી અડેસીનાની છે.
ગત વર્ષે અરવિંદ લી. દ્વારા ઇોપિયામાં ગારમેન્ટ મેકિંગ પ્લાન્ટ સપવામાં આવ્યો હતો. જ્યાં ૩૦ લાખ પીસનું ઉત્પાદન ાય છે. આ ઉપરાંત કેડીલા ફાર્માસ્યુટિકલ અને સાંધી ઇન્ડસ્ટ્રીઝ સહિતની નામાંકિત કંપનીઓ પણ આફ્રિકામાં વેચાણ-ઉત્પાદન માટે રસ ધરાવે છે.
કોર્પોરેટ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રમાં પણ આફ્રિકા અને ગુજરાત વચ્ચે અનુકૂળ સંબંધો છે. દર વર્ષે ૩૦૦૦૦ ગુજરાતીઓ આફ્રિકાના પ્રવાસે જાય છે. સાઉ આફ્રિકા અને નાઇજિરિયા ગુજરાતીઓના મનપસંદ પ્રવાસન સ્ળો છે. સૌરાષ્ટ્રના હજારો ખેડૂતો આફ્રિકામાં ખેતી કરે છે.
આગામી સમયમાં વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવાઓ, કૃષિ, ઓટોમોબાઇલ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે આફ્રિકામાં વિપુલ તકો રહેલી છે. તા.૨૬ સુધી ચાલનારી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક અંતર્ગત આયોજિત પ્રદર્શનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુલ્લું મુકશે.