ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની ૨૨મી વાર્ષિક બેઠકનો દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે. આ બેઠક ૨૫મી સુધી ચાલનાર છે. આજરોજ વડાપ્રધાન મોદીએ બેઠકનું ઉદઘાટન કર્યું હતું અને સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતીઓ તેમના આફ્રિકા પ્રેમ માટે જાણીતા છે. સદીઓથી ગુજરાત આફ્રિકા સાથે જોડાયેલું છે. સીદી અને બહોરા કોમ્યુનિટી આફ્રિકાની જ દેન છે. શૈલી ભાષામાં અનેક હિન્દી શબ્દો છે. આ તકે કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા છે. આજે બેઠકને સંબોધતા વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું છે કે, મહાત્માની ધરતી પર આ સૌનું સ્વાગત કરુ છું. મહાત્મા અને આફ્રિકાના સંબંધો જુના છે. હાલ ભારતમાં આર્થિક સુધારાની પ્રક્રિયા ચાલુ છે.
આફ્રિકન દેશોને ભારત દ્વારા અપાતા સહયોગ બાબતે તેમણે કહ્યું હતું કે, ભારત આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકને હંમેશા સહયોગ આપતો રહેશે. કૃષિ બાબતે નાણાપ્રધાને કહ્યું હતું કે, ખેતીથી આફ્રિકાને લાભ થઈ શકે તેમ છે. આફ્રિકામાં લાખો હેકટર જમીનો પડી છે. જેના માધ્યમથી આફ્રિકાનો ગ્રોથ ૨.૩ ટકાથી વધશે તેવી આશા જેટલીએ વ્યકત કરી હતી. નાણાપ્રધાન જેટલીએ ચાલુ વર્ષે ભારતનો ગ્રોથ ૭.૨ ટકા રહેશે તેવું જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ બેઠકથી ખરાઅર્થમાં ભારત અને આફ્રિકાના વ્યાપારી સંબંધો વિકસશે. ભારત હંમેશાથી આર્થિક રીતે વૈશ્ર્વિક સ્તરે અગ્ર હરોળમાં રહ્યું છે. આફ્રિકા છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક ક્ષેત્રે સઘ્ધર થઈ રહ્યું છે. આફ્રિકાના દેશો વાઈબ્રન્ટ થઈ રહ્યા છે. ખેતી એ ભારત અને આફ્રિકાની ધરોહર છે. આજરોજ બેઠકના પ્રારંભમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના ચેરમેને ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. તેમને બંને દેશો વચ્ચે સકારાત્મક આર્થિક અને કૃષિ સંબંધો વિકસાવવાની વાત પર ભાર મુકયો હતો. તેમણે કહ્યું હતું કે, ૧૯૮૮માં મારી કેરીયરની ભારતમાં શ‚આત થઈ હતી. ભારત એક અકલ્પનીય દેશ છે. આ બેઠકથી આફ્રિકામાં વિકાસ વધશે. ગુજરાતના વિકાસને વર્ણવા મારી પાસે શબ્દો નથી. આફ્રિકામાં ગુજરાતીઓનો દબદબો છે.
આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની ૫૨મી વાર્ષિક બેઠક ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ છે. જે ૨૫મી મે સુધી ચાલશે. જેમાં ઈન્ડિયા-આફ્રિકન પાર્ટનર્સ ઈન ગ્રો પ્રદર્શનનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ હતું. જેમાં તેમણે ભારત-આફ્રિકાના વ્યાપારી સંબંધો વધુ સુદઢ શે એવો આશાવાદ સેવ્યો હતો તો, બેઠકના પ્રમ દિવસે આફ્રિકા-ઈન્ડિયા કો-ઓપરેશન-૨૦૧૭ અંતર્ગત ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વિષયક પરિસંવાદ યોજાયો હતો. જેને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ખુલ્લો મૂક્યો હતો. જેમાં જેટલીએ કહ્યું હતું કે, એ.એફ.ડી.બી.ના જે મુખ્ય પાંચ આધારસ્તંભ છે, તે અને ભારતની ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે. જેના કારણે ભારત દેશ, આફ્રિકામાં સૌી વધુ મૂડીરોકાણ-વેપાર કરનારા દેશોમાં મોખરે છે. તેમણે એવા પણ ઉચ્ચારણો કર્યા હતા કે, ભારત-આફ્રિકા સંયુક્તપણે વિશ્વના ભવિષ્યને આકાર આપી શકે છે.
કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે,ભારત અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા આ વર્ષે ભારતમાં યોજાઈ રહી છે એ જ તેનો નિર્દેશ કરી રહી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કંઈ પહેલો પ્રસંગ ની કે જેમાં ઈન્ડિયા-આફ્રિકા પાર્ટનર ક્ધટ્રી બન્યા હોય.આ અગાઉ પણ ઘણા પ્રસંગોએ આ બંને દેશો પાર્ટનર તરીકે રહી ચૂક્યાં છે પરંતુ આ બંને દેશોની ભાગીદારીનું મોડેલ અનન્ય છે. જેની વિશેષતા એ છે કે, જેમાં ભાગીદાર ઉપર કાંઈ લાદવામાં આવતું ની પણ, ભાગીદાર પોતે સ્વતંત્રપણે નક્કી કરી શકે છે કે, પોતાના માટે શ્રેષ્ઠ શું છે / આઈ-૫ એજન્ડા ભારતીય નીતિ કરતાં જરાપણ અલગ ની. જો ભારત બ્રાઈટ સ્પોટ છે. તો આફ્રિકા તેનાી વધારે દૂર ની.તેમણે એમ કહ્યું હતું કે, વર્તમાન ભારત સરકાર આફ્રિકા સોના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માંગે છે. જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિએ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જેની ફલશ્રુતિરૂપે ભારત-આફ્રિકા વચ્ચેના વેપાર સંબંધો ઝડપી વધી રહ્યાં છે.
નરેન્દ્ર મોદી એ ખાસ ઉપસ્થિતિ આપી અને સભા ને સંબોધતા કહ્યું કે …
ગુજરાતી લોકો જાણીતા છે આફ્રિકા ના લોકો ને પ્રેમ કરવામાં….ભારત અને આફ્રિકા વચ્ચે ના સંબંધો ખુબજ જુના છે…32 હાજર ભારતીય લોકો મૉંબાસા આવ્યા તા રેલવે લઈને બનાવવા….જ્યાં ઘણા લોકો મરી ગયા…અને 6 હાજર લોકો ત્યાંજ રહી ગયા…મહાત્મા ગાંધી ના non violence અભિયાન ને આફ્રિકા એ ખુબજ સપોર્ટ કર્યો હતો…ઇન્ડિયન origin ના 6 લોકો તંઝેનિયા માં સાંસદ તરીકે ફરજ બજાવી રહ્યા છે..આફ્રિકા ના સ્વતંત્રતા માં ભારત એ ખુબજ મોટો ફાળો આપ્યો છે..જેને નેલ્સન મંડેલા એ પણ સ્વીકાર્યું હતું….2015 માં મે 6 આફ્રિકન દેશો ની મુલાકાત લીધી હતી..જેમાં ભારત ના રાષ્ટ્રપતિ એ આફ્રિકા ના 3 દેશોની મુલાકાત લીધી હતી….ભારત એ 10 બિલિયન ડોલર ઓફર કરયા છે આફ્રિકા ને તેના વિકાસ માટે…..આખા વર્ષ માં ભારત આફ્રિકા ની 80 મહિલાઓ ને સોલાર પાવર અંગે તેમને તૈયાર કરે છે…જેથી તેવો તેમના દેશ માં સ્કીલફુલ કામ કરી શકે…12 સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એ ઓફર કરી આફ્રિકા ને આરોગ્ય ક્ષેત્રે ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કર્યો છે ……જાપાન સાથે ની વાતચીત માં ઇન્ડિયન આફ્રિકન કોરિડોર વિશે ની વાત પણ મુકવામાં આવી હતી….ભારત અને જાપાન સાથે ના વ્યાપારિક ભાગીદારી માં સવેચીક દેશો ભાગ લઇ શકશે ….
ભારત ના ચેમ્બર ઓફ કોમર્સ ની સાથે રહી ભારત સરકાર એક સેમિનાર અને ડાઈલોગ નું આયોજન કરશે જેથી દેશ નો વિકાસ કઈ રીતે થઇ સકે તે પ્લાન કરી શકાય …. નાણાકીય સમસ્યા ધ્યાને લઇ દેશ નો વિકાસ કરવો પડશે…કેન્યા મોબાઇલ બેન્કિંગ માં સૌથી આગળ છે..જે સરાહનીય છે…ફિકસલ સેવિંગ્સ ની વાત કરીયે તો સરકાર એ સીધી સબસીડી ગરીબો ને આપી છે જેથી ફિસકલ સેવિંગ નો રેશિયો વધી ગયો છે…જેને હું રેફોર્મ ટુ ટ્રાન્સફોર્મ કહું છું…. નીમ કોટિંગ થી ફટીલાઇઝર માં ખુબજ ગુણવતા વધી છે…જે ભારત ની એક અનોખી ખોજ છે…આવતા વર્ષ સુધી માં ભારત નું એક પણ ગામડું વીજળી વિના નું નહિ રહે….ભારત વિકાસ નું એનજીન બને તે મુખ્ય હેતુ છે….ભારત હર હંમેશા સારા અને નરશા સમય માં આફ્રિકા સાથે કે રહેશે..
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેઠકનો પ્રારંભ..
આફ્રિકન ડેવલપમેંટ બઁક ગ્રુપ ની વાર્ષિક સભા માં આફ્રિકન ડેવલપમેંટ બઁક ના ચેરમેને કહ્યું કે…..
આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના ચેરમેને ગુજરાતીમાં કર્યું સંબોધન
ચેરમેન એ તેમની આગવી શૈલી માં ગુજરાત ની પ્રજા ને સુપ્રભાત કર્યું… તેમણે કહ્યું કે 1988 માં ભારત માં મે મારી કરિયર ની શરૂઆત કરી હતી…ભારત એક અકલ્પનીય દેશ છે…આ બેઠક આફ્રિકા ના વિકાસ માં વધારો કરશે…. ગુજરાત ના વિકાસ ને વર્ણવા એક પણ શબ્દ નથી….ગુજરાત માં એમપ્લોયમેન્ટ નો દર ખુબજ વધારે છે…આફ્રિકા માં પણ ગુજરાતી લોકો નો દબદબો છે…કારણ કે ઘણા ખરા ગુજરાતીયો ત્યાં વ્યાપાર કરે છે….આ વખતે આફ્રિકા નો વિકાસ દર 3.4 ટકા છે …..બેંક ના 80 ટકા ડેપ્યુટી ડિરેક્ટર મહિલાઓ છે…આફ્રિકા એ જો વૈશ્વિક રીતે વિકાસ કરવો હશે તો લોકોએ ઉદ્યોગિકરણ ને અપનાવું પડશે જ…
આ અવસર પર અરુણ જેટલી એ ખાસ ઉપસ્થિતિ આપી અને અરુણ જેટલી એ કહ્યું કે ….
કૃષિ એ ભારત અને આફ્રિકાની ધરોહર: જેટલી
52 મી આફ્રિકન બેંક ની મિટિંગ ગુજરાત માં યોજાતા આનંદ અનુભવાય છે…આ બેઠક થી ખરા અર્થ માં ભારત અને આફ્રિકા ના વ્યાપારિક સંબંધો વધશે…..ભારત હર હંમેશા આર્થિક રીતે વૈસ્વીક સ્તરે અગ્ર હરોળ માં રહ્યું છે….આફ્રિકા છેલ્લા ઘણા વર્ષો થી આર્થિક રીતે સદ્ધર થઇ રહ્યું છે….આફ્રિકા ના દેશો વાઈબ્રન્ટ થઇ રહ્યા છે…ભારત એ ઘણી એવી જગ્યા એ આફ્રિકા ને આર્થિક મદદ કરી છે…ખેતી એ ભારત અને આફ્રિકા ની ધરો-હરા છે…જેમાં ભારત વિસ્વૈક સ્તરે 2 ટકા નો ખેતી ઉત્પાદનમાં માં ફારો આપે છે..