ભારતે પ્રથમ ઇનિંગમાં ૫૦૨ રન કરી સાત વિકેટ ગુમાવી ઇનિંગ ડિક્લેર કર્યા બાદ શું આફ્રિકા ફોલોઓન ટાળી શકશે?
ભારત આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું પલડુ અત્યંત ભારે અને મજબુત બન્યું છે. ભારતે તેની પ્રથમ ઈનીંગમાં ૫૦૨ રનનો વિશાળ સ્કોર ખડકી ૭ વિકેટ ગુમાવી પોતાનો દાવ ડિકલેર કર્યો હતો જેમાં બંને ઓપનરોએ સદી ફટકારી બંને ટીમને મજબુતી આપી હતી જેમાં મયંક અગ્રવાલે ૨૧૫ અને રોહિત શર્માએ ૧૭૬ રન નોંધાવ્યા હતા. ૫૦૨ રનનો પીછો કરતા હાલ આફ્રિકાએ તેની પ્રથમ ઈનીંગમાં ૪ વિકેટ ગુમાવી છે ત્યારે ભારતનાં તોતીંગ સ્કોર નીચે આફ્રિકા દબાયું હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, આફ્રિકા શું ફોલોઓન ટાળી શકશે કે કેમ?
દક્ષિણ આફ્રિકાએ ૨૬.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૬૩ રન કર્યા છે. ડિન એલ્ગર ૩૧ રને અને ફાફ ડુ પ્લેસીસ ૦ રને રમી રહ્યા છે. બાવુમા ૧૮ રને ઇશાંત શર્માની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ભારત દક્ષિણ આફ્રિકા સામે વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦૨ રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઓપનર મયંક અગ્રવાલે મેડન સદીને ડબલમાં ક્ધવર્ટ કરતાં ૨૧૫ રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેનો સાથ આપતા પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ ૧૭૬ રન કર્યા હતા.
જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૩૯ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને ૨ અને રવિન્દ્ર જાડેજાએ ૧ વિકેટ લીધી હતી. ભારતીય ઓપનર્સે પ્રથમ વિકેટ માટે ૩૧૭ રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તે સિવાય રવિન્દ્ર જાડેજાએ નીચલા ક્રમે ૩૦* રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક ૩ વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે ૧-૧ વિકેટ લીધી હતી. રોહિત શર્મા કેશવ મહારાજની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો. રોહિતે ૨૪૪ બોલમાં ૨૩ ચોક્કા અને ૬ છગ્ગાની મદદથી ૧૭૬ રન કર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. દસમી વખત ભારતના બંને ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તેવી ઘટના બની હતી. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને ૨૦૧૮માં અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમજ પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈ ટીમના બંને ઓપનર્સે દ. આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગ્સમાં સદી ફટકારી છે. ભારતીય ઓપનર્સે ૨૪ ઇનિંગ્સ પછી ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી છે. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને ૨૦૧૮માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે સદીની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે પણ ચોથી ફિફટી મારીને રોહિતનો સારો સાથ આપ્યો હતો.
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમ વાઇએસઆર એસએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહેલી વાર એકબીજા સામે રમી રહી છે. ૨૦૧૬માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને ૨૪૬ રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં ૨૦૧૫ પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે ૩૩૭ રને મેચ જીતી હતી. રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પ્રથમ વાર ઘરઆંગણે ઓપનિંગ કરી રહ્યા છે. ઘરઆંગણે એક જ ટેસ્ટમાં ભારતના બંને ઓપનર્સ પ્રથમ વાર એક સાથે ઓપનિંગ કરી રહ્યા હોય તેવું ૪૭ વર્ષ પછી બન્યું છે. અગાઉ ૧૯૭૨/૭૩માં સુનિલ ગાવસ્કર (પ્રથમ હોમ ટેસ્ટ) અને રામનાથ પાર્કર (ડેબ્યુ) પ્રથમ વાર સાથે ઘરઆંગણે ઓપનિંગ કરી હતી.