અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે જીતનો દિવસ અવિસ્મરણીય: અસગર અફગાન
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર અફગાન પોતાની ટીમની પ્રથમ જીત કે જેઓને ટેસ્ટમાં કદી નથી મળી તેને આ જીતના દિવસને અવિસ્મરણીય ગણાવી હતી અને ટીમ આખી ખુશખુશાલ જોવા મળી હતી.
વધુમાં કેપ્ટને જણાવતા કહ્યું હતું કે, આ જીત માત્ર અફઘાનિસ્તાન ક્રિકેટની ટીમ નહીં પરંતુ આખા અફઘાનિસ્તાન દેશની છે. અફઘાનિસ્તાને ખુબ જ સારું પ્રદર્શન કરી આયરલેન્ડને ૭ વિકેટે પરાજય આપ્યો હતો. આ બંને ટીમ માટે આ બીજી ટેસ્ટ મેચ હતી જેમાં અફઘાનિસ્તાને પોતાની પ્રથમ જીત નોંધાવી ઈતિહાસ રચ્યો હતો.
મેચ પૂર્ણ થયા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર અફગાને જણાવ્યું હતું કે, તેઓ જીતથી ખુબ જ ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે, પહેલા અફઘાનિસ્તાન બે દિવસીય અને ત્રણ દિવસીય મેચો રમતી હતી પરંતુ ટીમ દ્વારા પ્રથમ વખત સૌથી લાંબા ક્રિકેટ ફોરમેટમાં તેઓ રમ્યા હતા અને તેમાં વિજય થયા બાદ જીતનો જશ્ન કંઈક અનેરો જ રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ટીમના ખેલાડીઓ દ્વારા ખુબ જ આવકારદાયક પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વર્લ્ડકપ પૂર્વે તેઓને જે મોકો મળ્યો છે તેને તેઓ ગુમાવવા નહીં માંગતા અને ટીમ ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરે તે માટે તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહેશે. બીજા ટેસ્ટ મેચમાં આયરલેન્ડની ટીમ પ્રથમ દિવસે ૧૭૨ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને બેકફુટ ઉપર પણ આવી ગઈ હતી.
જયારે અફઘાનિસ્તાને પોતાની પ્રથમ ઈનીંગમાં ૩૧૪ રન બનાવ્યા હતા અને જીતની નીર્વ રાખવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ અફઘાનિસ્તાનના ખેલાડી શાહ બન્યો હતો જેને પોતાની પ્રથમ ઈનીંગમાં અર્ધ સતક લગાવ્યો હતો ત્યારે ટીમના કેપ્ટન અસગર અફગાને જણાવ્યું હતું કે, આ માત્ર ટીમની જીત નહીં પરંતુ દેશ આખાની જીત છે.
આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ભારત પાક. સામે રમશે મેચ: ડેવ રિચર્ડસન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના સીઈઓ ડેવ રિચર્ડસને જણાવતા કહ્યું હતું કે, વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ચર્ચિત મેચ ઉપર કોઈપણ પ્રકારનો ખતરો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બંને ટીમો આઈસીસીના કરારથી બંધિત છે એટલે બંને ટીમો વચ્ચે જે નિર્ધારીત તારીખના રોજ મેચ નકકી થયો છે.
તે તારીખના રોજ બંને ટીમો વચ્ચે મેચ અચુક રમાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઈસીસી ટુર્નામેન્ટ માટે તમામ ટીમોના સદસ્યોએ ભાગીદારી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે જેને લઈ તેઓએ તમામ ટીમો સાથે મેચ રમવો ફરજીયાત છે અને જો કોઈ ટીમ આ કરવામાં અસક્ષમ નિવડશે તો શરતભંગની સાથોસાથ તેમની વિપક્ષીય ટીમને તેમના અંક આપવામાં આવશે.
આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને જણાવતા કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલો જે થયો હતો તેને લઈને અનેક અટકળો ભારત-પાકિસ્તાનના મેચને લઈ સામે આવી હતી ત્યારે આઈસીસી એ વાતની સ્પષ્ટપણે પુષ્ટિ કરી રહી છે કે સુરક્ષા ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. આ આઈસીસી વિશ્વકપમાં અને કોઈપણ ટીમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો સુરક્ષાને લઈ નહીં કરવો પડે તે વાત પણ નકકર અને સાચી છે.