અફઘાનિસ્તાનના શદરક વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે. કાબુલ શહેરના આ વિસ્તારમાં 2 વિસ્ફોટ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં કુલ 4 લોકોનાં મોત થયા છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે હાલ બ્લાસ્ટ કોણે કર્યો અને કેમ કર્યો તે વિશેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વિસ્ફોટ પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વિસ્ફોટ એનડીએસ ઈન્ટેલિજન્સ સર્વિસ બિલ્ડિંગ પાસે થયા છે. નોંધનીય છે કે, એક સપ્તાહ પહેલાં પણ શહેરના પશ્ચિમમાં વોટર રજિસ્ટ્રેશન સેન્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેમાં 60 લોકોના જીવ ગયા હતા અને 129 લોકો ઘાયલ થયા હતા. આ સંજોગોમાં આ વિસ્ફોટ પણ આતંકીઓએ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ આ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે.
At least six people died and many others were injured in the twin #suicideexplosions that rocked #ShashDarak area in #Kabul#KabulAttack
Read @ANI Story | https://t.co/FyksistfL0 pic.twitter.com/BdOxtD6WzY
— ANI Digital (@ani_digital) April 30, 2018
20 એપ્રિલે પણ એક અજાણ્યા હુમલાખોરે કાલા એ નાઉના વોટર રજિસ્ટ્રેશન સેન્ટર પર હુમલો કર્યો હતો. તેમાં એક પોલિસ અધિકારીનું મોત થઈ ગયું હતું. 19 અવે 17 એપ્રિલે પણ વોટર રજિસ્ટ્રેશન સેન્ટટર પર આ પ્રમાણેના હુમલા થયા હતા. કેમાં 2 પોલિસ અધિકારીના મોત થયા હતા અને બે પોલીસ કર્મીઓ સહિત 3IECના કર્મચારીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com