અફઘાનિસ્તાન હવે સંપૂર્ણ રીતે તાલિબાનના કબજામાં આવી ચૂક્યું છે. આ દરમિયાન ભારતે મંગળવારે જાહેરાત કરી છે કે, કાબુલમાં હાઈકમિશન સ્થિત પોતાના રાજદૂત સહિત અન્ય કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ માટે એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી ફસાયેલા ભારતીયોને લઈને દિલ્હી આવવા રવાના થયું છે. આ વિમાન ફ્યૂઅલ રિફિલિંગ માટે ગુજરાતના જામનગરમાં પહોંચ્યું છે.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, કાબૂલમાં ફસાયેલા આપણા રાજદૂત અને તમામ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.
https://www.instagram.com/reel/CSqkLF9jpHU/?utm_medium=copy_link
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવે છે. આ માટે MEAનો હેલ્પલાઈન નંબર +91 9717785379 અને ઈ-મેઈલ – [email protected] સંપર્ક કરી શકાશે.
એરફોર્સનો C-17 ગ્લોબ માસ્ટર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઈને રવાના થઈ ગયું છે, કાબૂલથી નીકળેલુ ગ્લોબ માસ્ટર ફ્યૂઅલ રિફિલિંગ માટે જામનગરમાં રોકાશે. આ વિમાનમાં રાજદૂત સાથે મિશન સ્ટાફ સહિત કુલ 125 લોકો છે. આ સિવાય વિમાનમાં ITBPના જવાન અને પત્રકારો પણ હાજર છે.