ભારતે અફઘાનિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યાં છે. લંચ પછી અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. જો, કે અફઘાની બેટ્સમેન અશ્વિનની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. અને અફઘાનિસ્તાનની પ્રથમ ઈનિંગ 109 રનમાં જ સમેટાઈ ગઈ હતી, ત્યારે ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું છે. અફઘાનિસ્તાનની પ્રથમ ઈનિંગમાં અશ્વિનને 4 વિકેટ તો ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાને ફાળે 2 વિકેટ તો ઉમેશ યાદવને 1 વિકેટ મળી છે, જ્યારે અેક રન આઉટ થયો હતો. અફઘાનિસ્તાનની ટીમે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરૂવારથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કરનારી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસની શરૂઆતમાં ભારતે 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થયા છે.
#IndiavsAfghanistan Test Match, Day 2: India take a lead of 365 runs and enforced the follow-on. India had bowled out Afghanistan on 109 runs. https://t.co/9OoROBjdlY
— ANI (@ANI) June 15, 2018