૭૧ બોલમાં ૨૧ છગ્ગા અને ૧૬ ચોગ્ગા ફટકારી ૨૧૪ રન ઝુડયા
અફઘાનિસ્તાનને યુવા ક્રિકેટર રશિદ ખાન બાદ વધુ એક ઉગતો સિતારો મળ્યો છે. વિકેટકિપર બેટસમેન શફીકુલ્લાહ શફક માત્ર ૭૧ બોલમાં ૨૧૪ રનની ધુંઆધાર બેટીંગ કરી સમગ્ર ક્રિકેટ વિશ્ર્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં રમાયેલી લોકલ ટુર્નામેન્ટ-પેરાગોન નન્ગરર ચેમ્પીયન ટ્રોફીમાં શફકે ૨૧ સીકસર અને ૧૬ ચોગ્ગાની સ્ફોટક બેટીંગ કરી હતી. તેના ૨૧૪ રનની મદદથી તેની ટીમ ખાતિઝ ક્રિકેટ એકેડેમીએ ૨૦ ઓવરના ૩૫૧ રનનો ખડકલો કર્યો હતો. આ મેચમાં વહિદુલ્લાહ શફાકે પણ ૩૧ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. ૩૫૧ રનનો પીછો કરી રહેલી ટીમ કાબુલ સ્ટાર ક્રિકેટ કલબ માત્ર ૧૦૭ રનમાં ધરાશાય થઈ ગઈ હતી.