ભરૂચ: દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો.

જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિષયને લગતાં 11 જેટલા પ્રશ્નો રજૂ થયા હતાં. કલેકટરશ્રીએ તમામ અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી, અરજદારોની તમામ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કર્યો હતો. વધુમાં, જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ, અરજદારો ઉપસ્થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.