ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ તમામ અસરગ્રસ્તોને વૈકલ્પીક જગ્યાની ફાળવણી કરાશે તેવી બાહેંધરી આપી
મહાપાલિકાના મહત્વકાંક્ષી એવા આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે છેલ્લા ત્રણ દિવસી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભગવતીપરામાં કપાતમાં આવતી મિલકતો માટે માર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવતા આજે કપાતના અસરગ્રસ્તો બહોળી સંખયામાં રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની પેડક રોડ પર આવેલ ઓફિસ ખાતે ઉમટી પડયા હતા અને કપાતના બદલામાં વૈકલ્પીક ફાળવણી કરવાની માંગણી કરી હતી.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભગવતીપરામાં નદી કાંઠે બન્ને બાજુ માર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. અંદાજે ૧૦૦ી વધુ મિલકતો કપાતમાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે સવારે ભગવતીપરાના કપાતના અસરગ્રસ્તો ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓફિસ ખાતે ધસી ગયા હતા. તેઓએ ધારાસભ્યને એવા મતલબની રજૂઆત કરી હતી કે, રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે જો તેઓનું મકાન કપાતમાં જશે તો બદલામાં તેઓને શું આપવામાં આવશે. એક મકાનમાં એક કે તેી વધુ પરિવારો વસવાટ કરે છે.
ઉપર અને નીચે અલગ અલગ પરિવારો વસવાટ કરતા હોય આવા કિસ્સામાં બન્ને પરિવારોને વૈકલ્પીક વળતર આપવામાં આવશે કે કેમ સહિતની રજૂઆત કરી હતી.
દરમિયાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ એવું જણાવ્યું હતું કે, રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે કપાતમાં આવતી મિલકતના અસરગ્રસ્તોને વળતર માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ની. કપાતમાં આવતી મિલકત ધારકોને આવાસ આપવામાં આવશે. કોઈને અન્યાય ન ાય તે વાતનો ખાસ ધ્યાન રાખવામાં આવશે.