રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૪૦૫.૩૨ સામે ૫૦૬૫૪.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૩૧૮.૨૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૭.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૪૧.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૩.૦૫ સામે ૧૫૦૦૧.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૨૭.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૭૭.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણના નવા વેવમાં ફરી કેસો ઝડપી વધી રહ્યા સામે કોરાના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ કોરોનાને અંકુશમાં લેવામાં આગામી દિવસોમાં સફળતાં મળવાની અપેક્ષાએ અને ગત સપ્તાહે આર્થિક મોરચે સતત પાંચમાં મહિને જીએસટી એક્ત્રિકરણમાં વધારો થઈ એક લાખ કરોડથી વધુ આવક થયાના આંકડા અને ફેબ્રુઆરી માસનો મેન્યુફેકચરીંગ પીએમઆઈ પણ સાધારણ વધીને આવ્યાની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
વૈશ્વિક મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ આગળ વધતા અટકતાં વૈશ્વિક શેરબજારમાં ફરીથી સુધારો આવ્યો હતો. અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સની ૫૭૨ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્સની ૧૯૬ પોઈન્ટની તેજી સામે યુરોપના બજારોમાં આજે નરમાઈ જોવા મળી હતી. દેશમાં વેક્સિનેશનની પ્રકિયા સરળતાથી આગળ વધતા તેની પણ સેન્ટીમેન્ટ પર સાકારાત્મક અસર સાથે ભારતીય શેરબજારમાં ફંડોની ફરી આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ,એફએમસીજી, ફાઈનાન્સ, ટેલિકોમ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૫ અને વધનારની સંખ્યા ૧૭૨૯ રહી હતી, ૨૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓપેક દ્વારા ક્રૂડના ઉત્પાદન કાપના નિર્ણયને પગલે ગત્ સપ્તાહના અંતે બ્રેન્ટ ક્રૂડ ના ભાવ અંદાજીત બે વર્ષની ટોચની નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક સ્તરે હજી ઇકોનોમી પૂરેપૂરી ખુલી નથી અને ભારતના અર્થતંત્રને ફરીથી દોડતું કરીને પાંચ ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સરકારના સપના સામે ક્રૂડના ભાવમાં થયેલો વધારો ચિંતાજનક છે. સ્થાનિક સ્તરે કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતોને આધારે વલણ નક્કી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગત સપ્તાહે બજારમાં જોવાયેલી મોટી ઉથલપાથલ બાદ આગામી દિવસોમાં રોકાણકારોની નજર લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો તથા મેક્રોઈકોનોમિક ડેટા પર રહેશે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે, જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે.
તા.૦૯.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૮.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એચડીએફસી લિમિટેડ ( ૨૫૨૬ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૪૭ થી રૂ.૨૫૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- લાર્સન & ટુબ્રો ( ૧૫૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૩૯ ) :- રૂ.૧૩૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટીવીએસ મોટર ( ૬૦૫ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૩ થી ૬૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૮૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ટીવી ( ૫૦૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૭ થી રૂ.૫૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!